GSTV
Home » News » PM મોદીનું વૈશ્વિક રાજકારણમાં કદ વધ્યુ,આ બંને દેશોનાં રાષ્ટ્રપતિઓએ પકડી મોદી માટે છત્રી

PM મોદીનું વૈશ્વિક રાજકારણમાં કદ વધ્યુ,આ બંને દેશોનાં રાષ્ટ્રપતિઓએ પકડી મોદી માટે છત્રી

શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સંમેલનની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર આતંકવાદને લઈને પાકિસ્તાનને ઘેરીને રાજદ્વારી લાભ પ્રાપ્ત કર્યો છે. તેની વચ્ચે બિશ્કેકમાં તેમને મળેલાં સન્માન અને જોરદાર સ્વાગતની પણ ચર્ચા થઈ રહી છે.

એસસીઓ સંમેલનમાં એક કાર્યક્રમ દરમ્યાન જ્યારે અચાનક જ વરસાદ શરૂ થયો તો સુરક્ષા કર્મચારીઓની જગ્યાએ કિર્ગિસ્તાનનાં રાષ્ટ્રપતિ સૂરોનબે જીનબેકોવે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે છત્રી પકડી અને તેમને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડ્યા હતા. સામાન્ય રીતે વૈશ્વિક નેતાઓ માટે આ કામ સુરક્ષાકર્મીઓ કરતાં હોય છે.

પ્રધાનમંત્રી જ્યાપે એસસીઓ સંમેલનમાં ભાગ લેના માટે બિશ્કેક પહોંચે છે તો કિર્ગિસ્તાનનાં રાષ્ટ્રપતિએ તેમનું શાનદાર સ્વાગત કર્યુ હતુ. રાષ્ટ્રપતિનું મોદી માટે છત્રી પકડવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે. આની પહેલાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે શ્રીલંકાનાં પ્રવાસે ગયા હતા.

ત્યારે પણ ત્યાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. કોલંબોમાં જ્યારે વરસાદ વરસવા લાગ્યો હતો. તો રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ અન્ય અધિકારોઓની જગ્યાએ પોતે છત્રી પકડી હતી. પ્રધાનમંત્રીના પ્રોટોકોલથી હટીને મળેલાં આ સન્માનને રાજનૈતિકતાના સંદર્ભમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, એસસીઓ સંમેલનમાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ બંને વચ્ચે કોઈ ઔપચારિક વાત પણ ન થઈ હતી.

READ ALSO

Related posts

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

હાફિઝ સઇદની ધરપકડ બાદ પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક, સેના પ્રમુખને મળ્યાં PM ઇમરાન ખાન

Bansari

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!