GSTV

યુએસ મીડિયાએ મોદી-ટ્રમ્પની મુલાકાતને રાજકીય ગણાવી, પીએમ મોદીએ ‘પોલિટિકલ પ્રેક્ષકગણ’ સ્વરૂપની રેડ કાર્પેટ બિછાવી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રાની નજર સમગ્ર વિશ્વ પર હતી ત્યારે આ યાત્રા પર સૌથી વધુ પડઘા દુનિયાનાં મીડિયા ક્ષેત્રે પડ્યા હતા. જ્યારે અમેરિકન મીડિયાએ આ મુલાકાતને રાજકીય રીતે ગણાવીને મોદીએ સમગ્ર વ્યૂહ ગોઠવ્યો હોવાનું તારણ કાઢ્યું હતું. ત્યારે સમગ્ર વિશ્વનાં વિવિધ મીડિયાએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યા છે. ભારતનાં પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ માટે ‘પોલિટિકલ પ્રેક્ષકગણ’ સ્વરૂપની રેડ કાર્પેટ બિછાવી : અલ જઝીરા

ભારતનાં પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પ માટે ‘પોલિટિકલ પ્રેક્ષકગણ’ સ્વરૂપની રેડ કાર્પેટ બિછાવી

ધ ન્યૂયોર્ક ટાઈમ્સ – અમેરિકન અખબાર : ભારતે ટ્રમ્પને પ્રભાવિત કરવા તેમને (ટ્રમ્પ) ગમતા શસ્ત્ર ‘ભીડ’નો ઉપયોગ કર્યો હતો. બ્રિટન પાસે મહારાણી છે એટલે એ રાજમહેલમાં ડિનર ગોઠવીને પ્રમુખને આવકારે છે. ફ્રાન્સ બાસ્ટિલે ડે મનાવે છે એટલે એ લશ્કરી પરેડમાં પ્રમુખને બોલાવે છે. જાપાનમાં સૂમો મેચ યોજાય છે. એ જ રીતે ભારતમાં મોદીએ ટ્રમ્પને પ્રભાવિત કરવા ભીડની સાઈઝને પ્રયોજી હતી.

ભારતે ટ્રમ્પને પ્રભાવિત કરવા તેમને (ટ્રમ્પ) ગમતા શસ્ત્ર ‘ભીડ’નો ઉપયોગ કર્યો

ધ ડૉન – પાકિસ્તાની અખબાર : અમેરિકી ફર્સ્ટ અને મેક ઈન ઈન્ડિયા વચ્ચેની લડાઈ. અમેરિકા-ભારત વચ્ચે લાંબાં સમયથી વ્યાપારી સંબંધો સારા ચાલી રહ્યા નથી. એમાં પણ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ અને મોદીની મેક ઈન ઈન્ડિયાની પોલિસી ટકરાતી હોવાથી સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે. એ બધા વચ્ચે બંને દેશોના નેતાઓનું મિલન થયું, પરંતુ કોઈ સોદો થયો ન હતો.

બંને દેશોના નેતાઓનું મિલન થયું, પરંતુ કોઈ સોદો થયો નહી

બીબીસી- બ્રિટિશ મીડિયા : ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં, અમેરિકાના પ્રમુખની પ્રથમ ભારતયાત્રા. ભારતીય મૂળના મતો માટે ટ્રમ્પના પ્રયાસો. ચીન સાથે સંઘર્ષ વચ્ચે અમેરિકા નવા માર્કેટની તલાશમાં છે. ટ્રમ્પ ભારતને ચીનની સમકક્ષ બનાવીને ચીનને ટક્કર આપવા ઈચ્છે છે. ભારત અમેરિકા માટે ડિફેન્સ પાર્ટનર બની શકે તેમ છે. મોદી-ટ્રમ્પની દોસ્તી ઉપર બંને દેશોના સંબંધોનો આધાર છે.

ભારત અમેરિકા માટે ડિફેન્સ પાર્ટનર બની શકે

સીએનએન- યુએસ મીડિયા : મુસ્લિમ વિરોધી નિર્ણયો માટે જાણીતા મોદી-ટ્રમ્પનું મિલન. મોદી જ્યારે અમુક નિર્ણયોના કારણે દેશ-દુનિયામાં વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે એવો જ મિજાજ ધરાવતા ટ્રમ્પ સાથે તેમનું મિલન ઘણું મહત્વનું સાબિત થયું.

READ ALSO

Related posts

બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ

Pritesh Mehta

રાજકોટ/ ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, રાજકારણમાં મચ્યો હડકંપ!

pratik shah

વિકાસ ના ચાલ્યો/ કેજરીવાલ, યોગી કે ઉદ્ધવ જાણો દેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી, સરવેમાં આ સીએમનો રહ્યો દબદબો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!