GSTV

પીએમ મોદીએ કર્યો ‘ગતિ શક્તિ યોજના’નો શુભારંભ, જાણો શું છે આ યોજના અને શું થશે ફાયદો

મોદી

Last Updated on October 13, 2021 by Bansari

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે આર્થિક ક્ષેત્રો દ્વારા બહુસ્તરીય સંપર્ક માટે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (PM Gati Shakti National Master Plan) ની શરૂઆત કરી છે, જે 16 મંત્રાલયોને જોડનાર એક ડિજિટલ મંચ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીનું ભારત, સરકારી વ્યવસ્થાઓની તે જૂની વિચારધારાને પાછળ મુકીને આગળ વધી રહ્યું છે.

શું છે ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન

પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન રેલ અને માર્ગ સહિત 16 મંત્રાલયોને જોડનાર એક ડિજિટલ મંચ છે. તેમાં રેલવે, માર્ગ પરિવહન, આઇટી, ટેક્સટાઇલ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયો સામેલ છે. આ મંત્રાલયોના જે પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અથવા વર્ષ 2024-25 સુધી જે યોજનાઓ પૂરી કરવાની છે. તે તમામ ગતિ શક્તિ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવશે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી અંતર્ગત ભાસ્કરાચાર્ય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુપ્રયોગ અને ભૂ-સૂચના વિજ્ઞાન સંસ્થાને (BISAG-N) ગતિ શક્તિ યોજનાની દેખરેખ માટે પ્લેટફોર્મ વિકસિત કર્યુ છે.

દુર્ગાષ્ટમી પર શુભ કાર્ય થઈ રહ્યું છે: પીએમ મોદી

કાર્યક્રમને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે દુર્ગાષ્ટમી છે, આજે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાના આ શુભ અવસર પર દેશની પ્રગતિની ગતિને શક્તિ આપવા માટે શુભ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન 21 મી સદીના ભારતને મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને આગામી પેઢીના પાયાના માળખા સાથે ગતિ શક્તિ આપશે. તેમણે કહ્યું, ‘આજે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટરમાં 4 પ્રદર્શન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન કેન્દ્રો અમારા MSMEs અને ઉદ્યોગોને તેમના ઉત્પાદનો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડશે.

‘જૂની સરકારી વ્યવસ્થાઓને છોડીને ભારત આગળ વધી રહ્યું છે’

પીએમ મોદીએ કહ્યું, ‘આજે, 21 મી સદીનું ભારત, સરકારી સિસ્ટમોની તે જૂની વિચારસરણીને પાછળ છોડી આગળ વધી રહ્યું છે. આજનો મંત્ર છે ‘પ્રગતિ માટે ઇચ્છા, પ્રગતિ માટે કામ, પ્રગતિ માટે ધન, પ્રગતિ માટે યોજના, પ્રગતિ માટે અગ્રતા’. “આપણા દેશમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિષય મોટાભાગના રાજકીય પક્ષોની પ્રાથમિકતાથી દૂર રહ્યો છે. આ તેમના ઘોષણા પત્રમાં પણ જોવા નથી મળતુ. હવે પરિસ્થિતિ આવી છે કે કેટલાક રાજકીય પક્ષો દેશ માટે જરૂરી માળખાગત સુવિધાઓના નિર્માણની ટીકા કરવામાં ગર્વ અનુભવે છે. જ્યારે વિશ્વમાં તે સ્વીકારવામાં આવે છે કે ટકાઉ વિકાસ માટે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓની રચના એ એક એવો રસ્તો છે, જે ઘણી આર્થિક પ્રવૃત્તિઓને જન્મ આપે છે, ખૂબ મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે.

‘સરકારી પ્રક્રિયાઓ અને હિતધારકોને સાથે લાવે છે યોજના’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન સરકારી પ્રક્રિયાઓ અને અન્ય હિતધારકોને સાથે લાવે છે અને ટ્રાન્સપોર્ટ મોડ્સને પણ જોડે છે. તે સમગ્ર શાસનનો વિસ્તાર છે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશની પોલીસી મેકિંગ સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડર્સને રોકાણકારોને એક વિશ્લેષણાત્મક અને ડિસિઝન મેકિંગ ટૂલ પણ પ્રદાન કરશે. આ સરકારોને અસરકારક પ્લાનિંગ અને પોલીસી મેકિંગમાં મદદ કરશે.

છેલ્લા સાત વર્ષમાં ઝડપી થયો વિકાસ

પીએમ મોદીએ કહ્યું, ‘2014 પહેલા 5 વર્ષમાં માત્ર 3000 કિમી રેલવેનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષમાં, અમે 24 હજાર કિલોમીટરથી વધુ રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ કર્યું છે. 2014 પહેલા મેટ્રો માત્ર 250 કિલોમીટરના ટ્રેક પર ચાલતી હતી. આજે મેટ્રોને 700 કિમી સુધી વિસ્તૃત કરવામાં આવી છે અને 1000 કિમી નવા મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, “2014 ના પહેલા પાંચ વર્ષમાં માત્ર 60 પંચાયતો ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાઈ શકી. છેલ્લા 7 વર્ષમાં, અમે 1.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર સાથે કનેક્ટ કરી છે.

Read Also

Related posts

ખેડૂત સહાયમાં ગરબડ / ગાંધીનગરમાંથી સરકાર ભલે ગમે તે જાહેરાતો કરે, અનેક ગામોમાં સર્વેની ટીમ પહોંચી જ નથી…

Pritesh Mehta

શાનદાર ઓફર/ આ કંપની આપી રહી છે પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયા પગાર, ખાઈને તમારે ફકત ટેસ્ટ કેવો તે જણાવાનું રહેશે

Pravin Makwana

અમેરિકાનું B-1B બોમ્બર કેટલું ખતરનાક ? ચીનની ખબર લેવા માટે હિન્દ મહાસાગર પહોંચ્યું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!