GSTV

Video: ઇ-લોકાર્પણ દરમિયાન પીએમ મોદીએ કહી પોતાના દિલની આ વાત, ગુજરાતીઓને આપ્યો છે આ ખાસ સંદેશ

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 3 મહત્વની વિકાસ યોજનાઓનું ઇ-લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ ભારતની હૃદયરોગની સૌથી મોટી અને અદ્યતન એવી યુ.એન. મહેતા હોસ્પિટલ લોકોને સમર્પિત કરી. આ ઉપરાંત એશિયાના સૌથી મોટા એવા ગિરનાર ટેમ્પલ રોપવે પ્રોજેક્ટને પણ ખુલ્લો મુક્યો. આ સાથે જ પીએમ મોદીએ ખેડૂતો માટે મહત્વની એવી કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કર્યું.

પીએમ મોદીએ ગુજરાતીઓને આપ્યો આ ખાસ સંદેશ

ગુજરાતની વિવિધ વિકાસ યોજનાના ઇ-લોકાર્પણ દરમ્યાન પીએમ મોદીએ ગુજરાતના તમામ પ્રજાજનોને કોરોનાથી સાવચેત રહેવાની તાકીદ કરી. પીએમ મોદીએ જણાવ્યું કે કોરોનાના સંક્રમણથી બચવા દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનું ચુસ્ત પાલન કરે. જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી કોઇ ઢીલાશ નહી તે સુત્ર પણ પીએમ મોદીએ દોહરાવ્યું.

પીએમ મોદીના હસ્તે ગિરનાર રોપ વેનું લોકાર્પણ

જૂનાગઢમાં પીએમ મોદીના હસ્તે ગિરનાર રોપ વેનું લોકાર્પણ કરવામાં આવ્યુ.. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે,         ગુજરાતને આજે આસ્થા અને પર્યટનની ભેટ મળી છે. આજે જે રોપ વેનું લોકાર્પણ કરવામાં આવ્યુ તે ગુજરાતનો ચોથો રોપ વે છે. ગિરનાર રોપ વેમાં રોડા નાખવામાં  ન આવ્યા હોત તો તેનો લાભ શ્રદ્ધાળુઓને પહેલા મળ્યો હોત. રોપ વેથી લોકોને સુવિધા અને સ્થાનિક લોકોને રોજગારી મળશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે,  વર્લ્ડ ક્લાસ સુવિધાથી દેશમાં પર્યટનને પ્રોત્સાહન મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દુનિયામાં સૌથી વધારે પ્રસિદ્ધ થયુ છે. એક સમયે અમદાવાદના કાંકરિયા તળાવ પાસેથી કોઈ પસાર થવા તૈયાર નહોતુ પરંતુ જે કાંકરિયા તળાવ મધ્યમ વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

Read Also

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!