GSTV
Home » News » પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી

પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી

pm modi kal bhairav puja

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી કાળ ચોઘડિયામાં ફોર્મ ભર્યું છે. વારાણસીના અક્ષાંશ રેખાંશ પ્રમાણે 10.20થી 11.56 સુધી કાળ ચોઘડિયું હતું. 11.56થી 13.32 દરમિયાન શુભ ચોઘડિયું આવતું હતું. એટલે પીએમ મોદીએ કાળભૈરવની પૂજા કર્યા બાદ કાળ ચોઘડિયામાં ઉમેદવારી નોંધાવી.

તંત્ર વિદ્યાના જાણકારોના મતે નરેન્દ્ર મોદીએ કાશીના કોટવાલ કાળ ભૈરવ દાદાના દર્શન કરીને લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યુ..એવુ કહેવાય છે કે કાળ પર વિજય કાળ ભૈરવ અપાવે છે. પીએમ મોદીએ વારાણસી લોકસભાના ઉમેદવાર તરીકે 26 એપ્રિલ 2019ના દિવસે સવારે 11.44 વાગ્યે વારાણસી કલેક્ટરને ભરેલું ફોર્મ સુપ્રત કર્યુ.

આ સમયે ગ્રહો નક્ષત્રો અને ચોઘડિયાની ગણના કરીએ તો તે સમયે કાળ ચોઘડિયુ હતુ અને શુભ ચોઘડિયું 12.28થી શરૂ થતુ હતુ.. આ જ સમયની કુંડળી કાઢીએ તો ઉ.ષ નક્ષત્ર, કર્ક લગ્ન કુંડળીમાં લગ્નેશ ચંદ્રની લગ્ન પર દ્રષ્ટિ અને પાંચમે ગુરુની નવમી દ્રષ્ટિ પણ લગ્ન પર પડે છે. જે લગ્ન મજબૂત બનાવે છે. જે શ્રેષ્ઠ યોગ સર્જે છે.

રાજકીય બાબતમાં લાભ અપાવનારના મંગળ અગિયારમે છે. અને સૂર્ય દશમે છે. તદઉપરાંત નવમાંશમાં પણ સૂર્ય અને ચંદ્ર દશમે છે જે ઉત્તમ રાજયોગ કારક કહેવાય. શનિ છઠ્ઠે છે, છઠુ સ્થાન રોગ, શત્રુનું કહેવાય અને શનિ પણ ત્યાં છે જે રોગ શત્રુ પર નિયંત્રણ રખાવે. ચોથુ સ્થાન જનમેદનીનું છે અહી ચતુર્થેશ શુક્ર ઉચ્ચનો થઈ ભાગ્યભાવમાં અને નવમાંશ કુંડળીમાં સ્વગૃહી તુલાનો થઈ પ્રથમ સ્થાનમાં છે. લગ્ન કુંડળીમાં ગુરુની પાંચમી દ્રષ્ટિ નવમાં સ્થાન ભાગ્ય ભુવનમાં જ્યાં ચતુર્થેશ અને લાભેશ શુક્ર ઉચ્ચનો છે ત્યાં દ્રષ્ટિ કરે છે જે સારું જન સમર્થન અપાવશે. રાહુ અને કેતુ ઉચ્ચના થઈ વર્ગોત્તામી છે જે પણ મદદગાર બનશે. તંત્રશાસ્ત્ર મુજબ આ યોગ્ય શ્રેષ્ઠ કહેવાય.

READ ALSO

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

ચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!