GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પીએમ મોદી-જિનપિંગના સ્વાગતની મમલ્લાપુરમમાં શાનદાર તૈયારીઓ, અભેદ્ય કિલ્લામાં તબ્દિલ થયું શહેર

ડોકલામ વિવાદ પર ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં આયોજિત પહેલી અનૌપચારિક બેઠકનો બીજો તબક્કો શુક્રવારે તમિલનાડુના મમલ્લાપુરમમાં આયોજિત તશે. વડાપ્રધાન મોદી આ ઐતિહાસિક શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કરશે. ત્યારે જિનપિંગના સ્વાગતની શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. બંને નેતાઓના અભિવાદન માટે રસ્તા પર લગભગ 7,000 સ્ટૂડન્ટ રહેશે.

સઘન સુરક્ષા વ્યવસ્થા

આ પ્રસંગે આયોજિત થનારા કાર્યક્રમમાં લગભગ 700 કલાકાર કાર્યક્રમ રજૂ કરશે. સુરક્ષા વ્યવસ્થા માટે 9000 પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 500 સીસીટીવી કેમેરાથી 24 કલાક ધ્યાન રાખવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિની સાથે 200 સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારત આવશે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે એર ચાઈનાનું એક વિમાન પહોંચી ગયું છે, જેમાં ચાર બુલેટપ્રુફ ગાડીઓ પણ આવી છે.

તમિલનાડુનો ચીનના ફુઝિન શહેર સાથે ઐતિહાસિક સંબંધ

તમિલનાડુનો ચીનના ફુઝિન શહેર સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે અને માનવામાં આવે છે કે આ અનૌપચારિક શિખર બેઠકથી ભારતના એક્ટ ઇસ્ટ પોલિસીને પ્રોત્સાહન મળશે. જિનપિંગ એક સમયે ફુઝિન શહેરના ગવર્નર પણ રહી ચુક્યા છે. જિનપિંગ 11-12 ઓક્ટોબરે ભારત આવી રહ્યાં છે, ત્યારે વર્ષ 2014માં રાષ્ટ્રપતિ બન્યાં બાદ આ તેઓ ત્રીજી વખત ભારત આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી બેઠક દરમિયાન ભારત-પ્રશાંત ક્ષેત્ર અંગે પણ જિનપિંગને માહિતગાર રાખશે.

Read Also

Related posts

ગરમ-ગરમ દૂધ પીવાના આટલા ફાયદા નહીં જાણતા હોવ, જાણશો તો આજથી જ પીવા લાગશો

Bansari

પોસ્ટ ઓફિસમાંથી કેશ કાઢવાના નિયમોમાં ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

Ankita Trada

આવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં તો જીવલેણ સાબિત થશે આ બિમારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!