વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ જાપાન પ્રવાસે છે. આજે રાતે તેઓ જાપાન જવા રવાના થશે. પીએમ મોદી 24 મેના દિવસે જાપાનના ટોક્યોમાં આયોજિત ક્વાડ નેતાઓની બેઠકમાં સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને ક્વાડના અન્ય નેતાઓ ક્વાડ સમિટમાં ઇન્ડો-પેસેફિક ક્ષેત્રના પડકારો અને તકોની સાથે સાથે અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા છે. વિદેશ સચિવ વિનય સચિવ કવાત્રાના મતે આગામી સમિટ નેતાઓને ક્વાડ ફ્રેમવક્ર હેઠળ અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શનની તક પ્રદાન કરશે.ક્વાડ સમિટ સહકારનામૂલ્યો અને લોકશાહીના સિંદ્ધાતો, આંતરરાષ્ટ્રીય કાયદા, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સાથે સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસેફિકના દ્રષ્ટિકોણને આગળ વધારે છે.