GSTV
Gujarat Government Advertisement

પીએમ મોદી એ અદાણી અને અંબાણીના લાઉડસ્પીકર છે, રાહુલ ગાંધીના જોરદાર ચાબખા

Last Updated on October 15, 2019 by Karan

હરિયાણા વિધાનસભાની ચૂંટણી નિમિત્તે નૂંહમાં એક ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર છે. એ સદાય ટ્રમ્પ સાથે દેખાય છે.

રાહુલે કહ્યુ્ં કે નરેન્દ્ર મોદી શ્રીમંતોના મિત્ર છે. તમારા ગજવામાંથી પૈસા લઇને પોતાના શ્રીમંત દોસ્તોને વહેંચી દે છે. એમને ખેડૂતોની કોઇ ચિંતા નથી. નરેન્દ્ર મોદી સદા ટ્રમ્પ જેવા ધનાઢ્ય લોકો સાથે જોવા મળે. તમારી સાથે કદી જોવા નહીં મળે.

હરિયાણામાં 21મી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. 24મીએ એનાં પરિણામો જાહેર થશે. હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે. રાહુલે કહ્યું કે તમે જ્યારે જુઓ ત્યારે મોદી ઉદ્યોગપતિના પ્રવક્તા હોય એ રીતે એમની જ વાતો કર્યા કરતા હોય છે, હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે અમેરિકાની સભામાં મોદી ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. ત્યાં પચાસ હજાર માણસો હાજર હતા એવો દાવો કરાય છે. આટલા બધા લોકોને કેવી રીતે ભેગા કર્યા હતા ?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લોકડાઉન/ 8 કરોડ વેપારીઓ બરબાદ : દેશને 12 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન, જાણી લો ગુજરાત સહિતના રાજ્યોને કેટલી ગઈ ખોટ

pratik shah

તાઉ-તે વાવાઝોડાની અસર, રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!