GSTV

જયારે પીએમ મોદીએ વોર ગેમ બનાવનાર વિદ્યાર્થીનીને પૂછ્યું : જરૂર પડે તો દેશ માટે ચક્રવ્યૂહ બનાવશે?

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ટૉયકાથોન-2021ના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રતિયોગીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું,. શિક્ષણ મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં તેમણે પ્રતિયોગીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન એક વિદ્યાર્થિનીએ પીએમ મોદીને મહાભારતના ચક્રવ્યૂહના આધારે બનાવેલ એક વોર ગેમ ‘ક્રીડાવ્યૂહ’ અંગે જણાવ્યું તો પીએમ મોદી ઘણા જ પ્રભાવિત થયા. તેમણે પોતાના હલ્કાફૂલકા અંદાજમાં વિદ્યાર્થીનીને પૂછ્યું કે જો દેશ માટે ક્યારેય વ્યૂહ રચના કરવાની જરૂર પડશે તો શું તે બનાવશે? પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ મોટી વ્યૂહરચના કરવી હોય અને હું તમને મોકલું તો ચાલશે ને?

પહેલા પ્રતિયોગી સાથે વાણક્કમ સાથે શરૂ કરી વાતચીત

મોદી

આ પહેલા પીએમ મોદીએ વિદ્યાર્થિનીને અભિમન્યુ અને ચક્રવ્યૂહ સાથે સંકળાયેલ રસપ્રદ સવાલો પણ કર્યા હતા. આ પહેલા પોએમ મોદીએ પોતાની વાત શરૂ કરતા ચેન્નાઈના એક પ્રતિયોગી સાંઈનાથ સાથે વાત કરી હતી. તેમણે વાતચીત શરૂ કરતા પહેલા વાણક્કમ દ્વારા અભિવાદન કર્યું હતું. તેમણે વાઘ ચાલ ગેમ બનાવનાર વિદ્યાર્થીની સાથે પણ ગમ્મત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે શું વાઘ ભૂખ્યો જ રહેશે કે પછી તેને કઈ ખાવા પણ મળશે? તો બાળકી એ પણ હસતા હસતા જવાબ આપ્યો હતો કે મળશે મળશે….

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!