GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાએ ભારતને સ્વનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ પર દરેક ગામડાંને સ્વનિર્ભર બનાવીને દેશને સ્વનિર્ભર બનાવવાની દિશા તરફ અગ્રેસર થવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આ માટે સરકારે બે યોજનાઓ ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કર્યો હતો.

વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી

પ્રધાનમંત્રી મોદીએ દેશભરના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી અને ગ્રામ સ્વરાજ પોર્ટલનો શુભારંભ કર્યો હતો. આ પોર્ટલ મારફતે ગ્રામ સ્વરાજનું મેનેજમેન્ટ કરવાની, નાણાકીય સહાયતા કરવાની અને ઓડિટની સુવિધા આપશે. સાથે સાથે તેમણે બીજી યોજના સ્વામિત્વનો શુભારંભ પણ કર્યો હતો. આ યોજના ગ્રામીણોની જમીનની માલિકીના અધિકારોની કાયેદસર જરૂરિયાતો પૂર્ણ કરશે. એમાં ગામની જમીનની માપવા માટે ડ્રોન ટેકનિકનો ઉપયોગ થશે.

પંચાયતો સરળતાપૂર્વક કરવેરાનો સંગ્રહ કરી શકશે

ગામની જમીનની માપણીની આ ટેકનિકમાં રાજ્યોના પંચાયતી રાજ્ય, મહેસૂલી વિભાગ અને ભારતીય સર્વેક્ષણ વિભાગ વચ્ચે સંકલન સ્થાપિત થશે. આ સંકલનથી એક ડિજિટલ નકશો બનશે. આ રીતે રાજ્ય સરકારો સટિક માપને આધારે મિલકતનો ડિજિટલ ડેટા ઊભો કરશે અને પંચાયતો સરળતાપૂર્વક કરવેરાનો સંગ્રહ કરી શકશે. આ યોજના પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવી છે.

સ્વનિર્ભર બનવાની જરૂરિયાત

પ્રધાનમંત્રી મોદીએ કોરોના સંકટનો ઉલ્લેખ કરીને સરપંચોને જણાવ્યું હતું કે, આ રોગચાળાએ આપણને સ્વનિર્ભર બનવાની જરૂરિયાતનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આપણે સ્વનિર્ભર બનવું પડશે. એના વિના આ પ્રકારનાં સંકટો સામે ટકી શકવું મુશ્કેલ છે. ગામડાં પોતાના સ્તરે, જિલ્લા પોતાના સ્તરે અને રાજ્ય પોતાના સ્તરે – આ રીતે ભારત સ્વનિર્ભર બનશે. પછી આપણે આપણી જરૂરિયાતો માટે અન્યો પર નિર્ભર નહીં રહેવું પડે.

ગામડાંઓ સુધી સારું શાસન પહોંચાડવાની એક તક

તેમણે ઉમેર્યું હતું કે, પંચાયતીરાજ દિવસ ગામડાંઓ સુધી સુરાજ એટલે કે સારું શાસન પહોંચાડવાની એક તક છે. કોરોનાના આ કટોકટીનાં સમયગાળામાં આ સંકલ્પની પ્રાસંગિકતા ઘણી વધી ગઈ છે. અગાઉ ક્યારેય વિચાર્યું પણ નહોતી એવી ઘટનાઓનો સામનો માનવજાત કરી રહી છે.

કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ઇશારો

દરમિયાન આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધીની એક વાતનો સંદર્ભ ટાંકીને કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર થતું હોવાનો ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અગાઉ લોકો કહેતા હતા કે, કેન્દ્રમાંથી 1 રૂપિયો ગરીબોને આપવામાં આવે છે, પણ ગરીબો સુધી ફક્ત 15 પૈસા જ પહોંચે છે. અત્યારે કેન્દ્ર સરકારે 1 રૂપિયો ગરીબોના ખાતામાં જમા કરાવે છે અને તેમને 1 રૂપિયો મળે છે. ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીએ એક વાર કહ્યું હતું કે, દિલ્હીમાંથી એક રૂપિયો ગરીબોને મોકલવામાં આવે છે, પણ ગામડાઓમાં ગરીબો સુધી ફક્ત 15 પૈસા પહોંચે છે.

READ ALSO

Related posts

કોરોના નવેમ્બરમાં જ આવી ગયો હતો ભારતમાં, મોદી સરકારે સીરિયસ ન લીધો

Mansi Patel

ભાજપનું કોંગ્રેસીકરણ: 2002 પછી 65 કોંગેસી ધારાસભ્યો ભાજપમાં ઓળઘોળ થયાં, આ છે લિસ્ટ

Yugal Shrivastava

લદ્દાખમાં ભારત ટી- 72, ટી-90 અને બોફોર્સ તોપ ખડકશે, સુખોઈ અને મીરાજ તૈનાત કર્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!