GSTV

ISROમાં એક વિદ્યાર્થીએ મોદીને પૂછ્યું, ‘રાષ્ટ્રપતિ કેમ બનાય ?’ પ્રધાનમંત્રીએ આપ્યો જોરદાર જવાબ

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ઈસરોના કેન્દ્ર ખાતે ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સફળતાની ટીપ્સ આપી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, આપણે હંમેશાં ઉંચું વિચારવું જોઈએ. નિરાશાને કોઈ દિવસ નજીક ન આવવા દેવી જોઈએ. ઈસરોના કેન્દ્રમાં 60 બાળકો ચંદ્રયાન 2ની લેન્ડિંગ જોવા માટે પહોંચ્યા હતા. આ બાળકોએ ગત્ત મહિને જ ઓનલાઈન ક્વિઝમાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા જાહેર થયા હતા. જે પછી પ્રધાનમંત્રી સાથે ચંદ્રયાનની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનાવાની તેમની ઈચ્છા પૂર્ણ થઈ હતી.

બાળકોને પીએમ મોદીએ શું કહ્યું ?

બાળકોને પીએમ મોદીને કહ્યું કે, જીવનમાં મોટું લક્ષ્ય રાખો અને લક્ષ્યને પ્રાપ્ત કરવાના રસ્તામાં નિરાશા કોઈ દિવસ ન આવવા દો. જીવનમા મોટું કરો અને તેના નાના હિસ્સાઓમાં લક્ષ્યને વિભાજીત કરો. આ નાનકડાં લક્ષ્યોને ફરી ભેગા કરો અને પ્રાપ્ત કરો.

આ સમયે પીએમ મોદીએ ભૂટાનના વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી. પીએમ મોદીએ તેમને પૂછ્યું કે, શું તેઓ ભારતીય વિદ્યાર્થીઓ સાથે દોસ્તી કરશે ? આ સમયે પીએમ મોદીએ બાળકોને ઓટોગ્રાફ આપ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે તસવીરો પણ ખેંચાવી હતી.

જ્યારે એક વિદ્યાર્થીએ મોદીને પૂછ્યું કે હું રાષ્ટ્રપતિ બનવા માગુ છું

આ સમયે એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું કે, મારું લક્ષ્ય ભારત દેશના રાષ્ટ્રપતિ બનવાનું છે. આ માટે મારે શું કરવું પડે ? આ સમયે પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રપતિ શા માટે ? પ્રધાનમંત્રી કેમ નહીં ?

જણાવી દઈએ કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર પહોંચતા સમયે ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઈ પર હતો. હવે ચંદ્રયાન-2 વિશે શું જાણકારી મળે છે તેનો સૌ કોઈને ઈન્તેઝાર છે. ઈસરોના કન્ટ્રોલ રૂમમાં વૈજ્ઞાનિકો આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. ડેટાનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

વૈજ્ઞાનિકોને શું કહ્યું ?

આ સમયે પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને હિમ્મત રાખવાનું કહ્યું હતું. પીએમે ઈસરોના ચેરમેન કે. સિવનની પીઠ થપથપાવી હતી. તેમણે કહ્યું હતું કે, જે કર્યું તે નાનું નથી. તમે દેશ, વિજ્ઞાન અને માનવ જાતિની ખૂબ મોટી સેવા કરી છે. હું તમારી સાથે છું. જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. આશાની કિરણ બાકી છે. દરેક પડાવમાં આપણે શીખતા રહીએ છીએ. દેશની સેવા કરવા માટે દરેક વ્યક્તિને અભિનંદન. હું તમારી સાથે છું.

READ ALSO

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!