GSTV

વડાપ્રધાનની નૌટંકીના કારણે બીજી લહેર આવી : 3 ટકાને જ મળ્યા છે વેક્સિનના 2 ડોઝ, આ રીતે રસી આપશો તો 2024 આવશે

Last Updated on May 28, 2021 by pratik shah

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કોરોના મુદ્દે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. રાહુલ ગાંધીએ શુક્રવારની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના સમજાયો ન હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે વડાપ્રધાન આજ સુધી સમજી નથી શક્યા કે કોરોના ફક્ત એક બીમારી જ નહીં, બદલાતી રહેતી બીમારી છે.

કોરોના

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘તમે કોરોનાને જેટલો સમય આપશો તેટલો તે ખતરનાક બનતો જશે, મેં વડાપ્રધાનને કહ્યું હતું કે કોરોનાને જગ્યા ન આપશો, દરવાજા બંધ કરો, કોરોના સૌથી પહેલા જેના પાસે ભોજન નથી તેમના પર આક્રમણ કરે છે, બીજી બાજુ જેમને બીમારીઓ છે તેમના પર આક્રમણ કરે છે અને તે ધીમે-ધીમે બદલાતો રહે છે.

વેક્સિનથી જ રોકી શકાશે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોરોના અટકાવવાની પદ્ધતિ જણાવતા કહ્યું કે, ‘આ મહામારી રોકવાની 3-4 પદ્ધતિઓ છે, તેમાંથી એક વેક્સિન સ્થાયી પદ્ધતિ છે, લોકડાઉન હથિયાર છે પરંતુ તેનાથી લોકોને મુશ્કેલી પડે છે, લોકડાઉન-સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક અસ્થાયી પદ્ધતિઓ છે, જો જલ્દી વેક્સિન નહીં કરી તો વાયરસ હાથમાંથી છટકી જશે.’

ફક્ત 3 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા

રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો હિંદુસ્તાનમાં વાયરસને રોકવામાં નહીં આવે તો તે મ્યુટેટ કરતો જશે. મેં અનેક વખત વડાપ્રધાનને વેક્સિનની રણનીતિ માટે કહ્યું છે કારણ કે જો તે યોગ્ય રીતે નહીં થાય તો એક-બે નહીં અનેક લહેરો આવશે. હાલ સ્થિતિ એવી છે કે દેશના 3 ટકા લોકોને વેક્સિન અપાઈ, મતલબ કે 97 ટકા લોકોને કોરોના પકડી શકે છે.

કેસ

વેક્સિન કેપિટલ હોવા છતા ઝડપ ઓછી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે હજુ દરવાજો ખોલ્યો છે. અમેરિકાએ પોતાની અડધી વસ્તીને રસી આપી દીધી, બ્રાઝિલ જેવા દેશે 8 ટકા વસ્તીને વેક્સિન આપી જ્યારે તે વેક્સિન કેપિટલ પણ નથી. આપણે વેક્સિન કેપિટલ છીએ, વેક્સિન બનાવી છીએ ત્યારે દેશમાં કોરોનાની બીજી લહેર માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે.

કોરોના

વડાપ્રધાનની નોટંકીના કારણે બીજી લહેર આવી

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, વડાપ્રધાને જે નોટંકી કરી, પોતાની જવાબદારી પૂરી ન કરી. આ કારણે કોરોનાની બીજી લહેર આવી. જો આ જ રીતે વેક્સિનેશનનું કામ ચાલ્યું તો મે 2024માં આખા હિંદુસ્તાનને વેક્સિન મળી શકશે અને પછી એક બાદ એક લહેર આવતી રહેશે, વાયરસ સતત મ્યુટેટ કરશે.

READ ALSO

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!