GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

Breaking / વડાપ્રધાન મોદીએ વૈશ્વિક આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું કર્યું ઉદઘાટન, ત્રણ દિવસ સુધી ચાલશે સમિટ

મોદી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વૈશ્વિક આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદઘાટન થયુ છે. સમિટના ઉદઘાટન કાર્યક્રમમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશનક ટ્રેડ્રોસ ઘેબ્રેયસ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને રાજ્યપ્રધાન ડો.મહેન્દ્ર મુજપરા ઉપસ્થિત રહ્યા.

મોદી

ત્રિ-દિવસીય વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટમાં દેશના મુખ્ય નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ભાગીદારો સામેલ થશે. ત્રણ દિવસની સમિટમાં પાંચ પૂર્ણ સત્રો, આઠ રાઉન્ડ ટેબલ, છ વર્કશોપ, બે સિમ્પોઝિયમ હશે. આ સમિટમાં આયુષ શિક્ષણ, સંસોદન, નવીનતી ઉદ્યોગ સાહસિકતા અને સમગ્ર આયુષ પ્રણાલીઓમાં સતત આરોગ્યની વૈશ્વિક સમજની હિમાયત કરશે.

PM મોદી દાહોદને આપશે 21,809 કરોડની ભેટ

વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ દાહોદ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ દરમિયાન તેઓ દાહોદને 21 હજાર 809 રૂપિયાની ભેટ આપશે. જેનાથી દાહોદને મહાનગરોમાં મળે તેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે આ સાથે કેટલાક વિકાસ કાર્યોની અહીં શરુઆત કરવામાં આવશે. ઉપરાંત તેઓ દાહોદ જિલ્લામાં આદિવાસી મહાસંમેલનમાં સામેલ થશે.

દાહોદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ જિલ્લામાં આદિવાસી મહાસંમેલનમાં સામેલ થશે અને દાહોદને 21 હજાર 809 કરોડના વિકાસ કામોની ભેટ આપવાના છે. જેમાં એક હજાર 419 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 550 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આઈસીસીસી-આઈટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સીટી તરીકે એક નવા સ્તરે લઈ જતો પ્રોજેક્ટ છે. રૂપિયા 151 કરોડથી વધુના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનુ ખરોડ ખાતે લોકાર્પણ થશે.

વડાપ્રધાન મોદી રેલવે પ્રોડક્શન હાઉસનું કરશે ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે દાહોદને મોટી ભેટ અપાઈ છે. દાહોલ રેલવે કારખાનામાં 20 કરોડના નવા પ્રોજેકટનું ખાતમુહૂર્ત થશે. પીએમ મોદી નવા રેલવે પ્રોડકશન હાઉસનું ખાતમુહૂર્ત કરશે. જેથી કારખાનમાં નવા રેલવે એન્જિનનું નિર્માણ થશે. જેનાથી સાત હજારથી વધુ લોકોને નવી રોજગારની તકો સર્જાશે. મૅક ઈન ઈન્ડિયા અને મૅક ફૉર વર્લ્ડ સ્લોગન હેઠળ 1200 રેલવે એન્જિનની શરૂઆત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી  મળી આઝાદી

Nakulsinh Gohil

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ

Hardik Hingu
GSTV