GSTV

ઐતિહાસિક/ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું પીએમ મોદીના હસ્તે ઇ-લોકર્પણ, 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચાડશે, જાણો વિશેષતા

ગિરનાર

આજે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ જૂનાગઢના ગિરનારમાં રોપ-વે પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્ય સરકારના પ્રધાન જ્વાહર ચાવડા અને સૌરભ પટેલ હાજર રહ્યા.અનેક કઠિનાઈઓ અને અવરોધોને પાર કરી આખરે રોપવે પ્રોજેક્ટ કાગળ પરથી વાસ્તવિક રીતે તૈયાર થઈ ગયો છે.

 આ  રોપવે એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપવે છે. નોંધપાત્ર છે કે ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ મામલે સુરક્ષાની દ્વષ્ટીએ ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે.

ગિરનારનો રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે

જણાવી દઇએ કે સાથે સાથે અન્ય એજન્સીના સુરક્ષા અધિકારીઓ દ્વારા લોકાર્પણ સ્થળનું સુરક્ષાની દ્રષ્ટીએ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું, ગુજરાતમાં પાવાગઢ ખાતે 763 મીટરનો રોપવે, અંબાજી ખાતે 363 મીટરનો રોપવે અને પાવાગઢમાં પ્રાઈવેટ રોપવે કાર્યરત છે. જ્યારે ગિરનારનો રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે. નોંધનીય છે કે આ રોપવેની લંબાઈ 2320 મીટર છે, ઉંચાઈ 900 મીટર છે. રાજ્યનો ગિરનાર રોપ-વે દેશનો સૌથી ઉંચો રોપ-વે બનશે, તે ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

રોપ-વે ટીકીટના ભાવ

રોપ-વે ટીકીટના ભાવ કંપનીએ નક્કી કરી દીધા છે. આ રોપ-વે એશિયાનો સૌથી મોટો બનશે જો તમારે આ રોપ-વેમાં મુસાફરી કરી હોય તો ખિસ્સા થોડાંક હળવા કરવા પડશે.

ભાવ

  • ટુવે ટીકિટનો દર- 750 રૂપિયા
  • બાળકોમાટેનો ટિકીટનો દર -350 રૂપિયા
  • વન-વે ટિકીટનો દર – 400 રૂપિયા

રોપવેના શુભારંભને લઇને ટ્રોલીઓને ફૂલહારથી શણગારવામાં આવી છે..બીજી તરફ રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ રોપ-વે સાઇટની મુલાકાત લઇને તૈયારીઓની સમીક્ષા કરી. જવાહર ચાવડાએ રોપવે શરૂ થવાના કારણે જૂનાગઢમાં વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાની આવકમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. જૂનાગઢમાં જ્યારે આઝાદી મળી ત્યારે જે ખુશી હતી તેવી ખુશી આજે જોવા મળી રહી છે. તેવું પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.

રોપ

હિમાલયનો પ્રપિતા ગણાય છે ગિરનાર, એક હજાર વર્ષ પહેલા સોલંકીવંશના રાજવીએ સૌ પ્રથમ બનાવી હતી સીડી

જૂનાગઢમાં ગિરનાર રોપવેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ રોપવે કાર્યરત થયા બાદ પણ સામાન્ય લોકો માટે ગિરનાર પર જવાનું માધ્યમ સીડી જ રહેશે. રંકથી માંડી રાજાના પગ પડ્યા છે તેવી ગિરનાર સીડી 120 વર્ષથી અડીખમ છે. હિમાલયનો પ્રપિતા ગણાતો સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વતનું મહત્વ રાજા-મહારાજાઓ પણ સમજતા હતા. ગિરનાર પર સૌપ્રથમ વખત સોલંકીવંશના રાજવી આજથી એક હજાર વર્ષ પૂર્વે સીડી બનાવી હતી. ત્યારબાદ સીડી ઘસાઈ જતાં દીવના સંઘજી મેઘજીએ જીણોદ્ધાર કરાવ્યો હતો.

સૌ પ્રથમવાર ગિરનારની લોટરી ટિકિટ બહાર પડી

આ અંગે જૂનાગઢના ઇતિહાસવિદ કહે છેકે સંઘજી મેઘજીએ જીણોદ્ધાર કરાવ્યા પછી ગિરનાર સીડી જર્જરિત થઇ ગઇ હતી. ત્યારબાદ નવાબને નવી સીડી બાંધવાનું જરૂર હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમાં ખર્ચ ખૂબ થાય તેમ હતો. આથી દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઇ, રાજ્યના ડો. ત્રિભુવનદાસ મોતીચંદ શાહ કમિટીએ સીડી બનાવવા સૌ પ્રથમવાર ગિરનારની લોટરી ટિકિટ બહાર પાડવાનું નક્કી કર્યું. સને 1887/88 માં ગિરનાર સીડી બનાવવા લોટરીની ટિકિટ બહાર પાડી હતી જેમાં પહેલું ઇનામ રૂ.ચાલીસ હજાર રાખવામાં આવ્યું હતું. આ ટિકિટ સમગ્ર એશિયાના લોકોએ ખરીદી કરી હતી પરંતુ પૂરતી ટિકિટ વેચાય ન હતી આથી લોટરીનું પ્રથમ ઇનામ ચાલીસ હજારના બદલે દસ હજાર કરવામાં આવ્યું હતું અને તે ઈનામ મુંબઈના સવિતાબેન ખાંડવાળાને પ્રાપ્ત થયું હતું.

ગિરનાર સીડીનું ક્રમેક્રમે કામ થયા બાદ 1908માં તળેટીથી માંડી દત્તાત્રેય સુધીના કાળા પથ્થરની સીડી તૈયાર થઈ ગઈ હતી. 1908 બાદ આ સીડી પર રંકથી માંડી અનેક રાજા મહારાજાના પગ પડ્યા છે અને એકસોવીસ વર્ષથી આ સીડી અડીખમ છે. રોપવેનો અનેક લોકો લાભ લેશે પરંતુ સામાન્ય લોકો માટે તો ગિરનાર પર જવાનું માધ્યમ અડીખમ સીડી જ રહેશેઆમ ભલે આધુનિક ટેક્નોલોજીના જમાનામાં રોપવે બન્યો. પરંતુ પહેલાના રાજાઓ પણ પ્રજાજનોનું વગર ટેકનોલોજીએ વ્યવસ્થા કરવામાં ઉણા ઉતર્યા ન હતા અને તે આજે ભૂલી શકાય તેમ પણ નથી.

Read Also

Related posts

કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થશે, અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી આપશે હાજરી

pratik shah

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!