GSTV

ઐતિહાસિક/ પીએમ મોદીના હસ્તે સી-પ્લેન સેવાનું લોકાર્પણ, કેવડિયા વોટર એરોડ્રોમથી અમદાવાદ માટે રવાના

મોદી

આખરે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ક્ષણ આવી પહોંચી છે. પીએમ મોદીએ કેવડિયાથી સીપ્લેનનું ઉદ્ઘાટન કર્યુ છે. મારફતે અમદાવાતના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતેથી સી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવી રહ્યા છે.ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ થયો છે. સરદાર પટેલની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ અર્પણ કરી. પીએમ મોદી કેવડિયાથી સાબરમતીની સી-પ્લેનની સર્વપ્રથમ ઉડાનના સૌપ્રથમ પ્રવાસી બન્યા. સી-પ્લેનમાં સવાર થતાં પહેલા પીએમ મોદીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી-પ્લેન પ્રોજેક્ટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી. અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ એમ દરરોજ ચાર વખત સી-પ્લેન ઉડાન ભરશે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે. સરકારે સી-પ્લેન સેવાને પ્રોત્સાહન મળે તે માટે ભાડામાં ઘરખમ ઘટાડો કરીને 1500 રૂપિયા ભાડું નક્કી કર્યું છે.

બર્ડ હિટ ન થાય તે માટે આવી છે વ્યવસ્થા

પ્લેન

આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લે સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે. DGCA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે.

સી પ્લેન એટલે શું?

કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના નિર્દેશ અનુસાર દેશના વિવિધ સ્થળે સી પ્લેન શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાત ઉપરાંત આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને આંદમાન નિકોબારમાં પણ સી પ્લેન શરૂ કરવાનું આયોજન છે.

સામાન્ય રીતે પ્લેનના વિંગ્સ (પાંખ) ફિક્સ હોતા નથી. પરંતુ સી પ્લેન ફિક્સ વિંગ્સ ધરાવે છે, જેથી તે એરોપ્લેન જેવી ઝડપ ઉપરાંત બોટનું પણ સંયોજન ધરાવે છે. ફ્લાઇંગ બોટ અને ફ્લોટપ્લેન એ સી પ્લેનના મુખ્યત્વે બે પ્રકાર છે.

મોદી

અમદાવાદ-કેવડિયા વચ્ચેના સી પ્લેનની વિશિષ્ટતાઓ

: ટ્વિન ઓટર્સ સી પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.

: 1419 લીટર ક્ષમતાની બળતણીની ટાંકી ધરાવે છે.

: ઉડાન વખતે 272 કિગ્રા બળતણની ખપત થાય છે.

: મહત્તમ 5670 કિગ્રા વજન સાથે ઉડી શકે છે. સી પ્લેન 51 ફૂટ લાંબુ અને 19 ફૂટ ઊંચું છે.

: સી પ્લેન ડાબી બાજુ 1.27 બાય 1.45 મીટરનો દરવાજો આવેલો છે.

: 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે.

: પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુર કન્ટ્રોલ સિસ્ટમ ધરાવે છે. સી પ્લેનમાં કમ્પ્યુટર કન્ટ્રોલ્સ હોતા નથી. વળી તે ઓછી ઊંચાઇએ ઉડે છે જ્યાં પાયલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે.

: એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર ટેક્ ઓફ્ લેન્ડિંગ કરે છે જ્યારે સી પ્લેનનું ટેક્ ઓફ્-લેન્ડિંગ તરલ અને ગતિ ધરાવતી જળ સપાટી પર થાય છે. જેના કારણે સી પ્લેનની કામગીરી વધુ પડકારજનક હોય છે.

Read Also

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!