GSTV
Home » News » સંસદમાં મોદીની ગર્જના: તમે એટલી ઉંચાઇ પર છો કે જમીનના લોકો તમને તુચ્છ દેખાય છે

સંસદમાં મોદીની ગર્જના: તમે એટલી ઉંચાઇ પર છો કે જમીનના લોકો તમને તુચ્છ દેખાય છે

વડાપ્રધાન મોદીએ આજે લોકસભા ગૃહમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણનાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદી સદનમાં આવ્યા ત્યારે લોકસભા ગૃહ મોદી-મોદીનાં સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવા માટે પોતાની સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતા વિપક્ષના આરોપો સામે પલટવાર કર્યો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ પોતાના બીજા કાર્યકાળના ત્રણ સપ્તાહની ઉપલબ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો.

કોંગ્રેસનું નામ લીધા વગર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તમે એટલી ઉંચાઇ પર ચાલ્યા ગયા છો કે તમને જમીન દેખાતી બંધ થઇ ગઇ છે. જમીનના લોકો તમને તુચ્છ દેખાવા લાગ્યા છે. તમારી આટલી ઉંચાઇ અમારા માટે આનંદની વાત છે.

પીએમ મોદીએ અગાઉની સરકારના યોગદાનને ભૂલાવવામાં આવી રહ્યું હોવાના વિપક્ષના આરોપને ફગાવતા કહ્યું કે કોંગ્રેસના નેતાએ પોતાના સંબોધનમાં ક્યારેય પણ અટલ બિહારી વાજપેયીની સરકારના વખાણ કર્યા નથી. એટલું જ નહીં મનમોહન સિંહનું નામ પણ નથી લીધું. જ્યારે મેં લાલ કિલ્લા પરથી આઝાદીથી અત્યાર સુધીની તમામ સરકારોના યોગદાનને યાદ કર્યુ છે.

વડાપ્રધાને કટોકટી અંગે કટાક્ષ કર્યો. અને કહ્યું કે ગૃહમાં કોંગ્રેસે પોતાની સરકારોની ઉપલબ્ધીઓ પર નારા લગાવ્યા, પરંતુ આજે 25 જૂન છે. તેનો કોઇ ઉલ્લેખ નથી. 25 જૂનની રાત્રે જ દેશની આત્માને કચડી નાંખવામાં આવી હતી.

READ ALSO

Related posts

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur

શિયાળે વાદળો છવાયા : આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં મેેઘરાજા બનશે મૂશળધાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!