GSTV
Home » News » PM મોદીએ કેદારનાથ તો અમિત શાહે સોમનાથમાં કરી પૂજા અર્ચના, હવે ભગવાનના શરણે

PM મોદીએ કેદારનાથ તો અમિત શાહે સોમનાથમાં કરી પૂજા અર્ચના, હવે ભગવાનના શરણે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી પરિણામ પહેલા સોમનાથ દાદાને શિશ ઝુકાવવા પહોંચ્યા છે. અમિત શાહ સપરિવાર સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા અને વિશિષે પૂજા અર્ચના કરી હતી.

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચ્યા છે. પીએમ મોદી કેદારનાથમાં  સ્થાનિક પોશાકમાં જોવા મળ્યા. તેમણે કમરમાં કેસરી ખેસ બાધ્યો અને હાથમાં લાકડી લીધી હતી. કેદારનાથના વીઆઈપી હેલિપેડથી તેઓ ચાલતા-ચાલતા બાબાના દ્વાર સુધી પહોંચ્યા અને લોકોનુ અભિવાન પણ ઝીલ્યુ. જે બાદ પીએમ મોદીએ મંદિરમાં બાબા કેદરાનાથના દર્શન કર્યા અને બાબા કેદારનાથના પૂજા-અર્ચન કરી મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક  કર્યો. આશરે 20 મિનિટ સુધી તેમણે મંદિરમાં  કેદાનાથની પૂજા કરી.

લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામ પહોંચ્યા છે. પીએમ મોદી આજથી બે દિવસ માટે દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતે છે. આજે તેઓ કેદારનાથમાં રુદ્રાભિષેક અને સંધ્યા આરતીમાં સામેલ થશે.

ગુફામાં ધ્યાન કરશે અને રાત્રિ રોકાણ પણ કરશે. જે બાદ આવતીકાલે નરેન્દ્ર મોદી બદ્રીનાથ ધામમાં શિશ ઝુકાવશે. પીએમ મોદીએ કેદારનાથ પહોંચીને સૌથી પહેલા કેદાર બાબાની પૂજા અર્ચના કરી.પીએમ મોદીની યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુડચટ્ટીમાં સાધના બાદ આ પહેલી વખત છે કે પીએમ મોદી કેદારનાથમાં ધ્યાન કરશે.

11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની ઉંચાઈ સમુદ્ર તળથી 11,700 ફૂટ છે. જ્યારે મંદિર પરિસરથી દોઢ કિમી દુર બનેલી ધ્યાન ગુફાની ઉંચાઈ લગભગ 12,250 ફૂટ છે. જોકે 18મેએ કેદારનાથ અને બદ્રીનાથમાં વરસાદ પડવાની આગાહી છે. પરંતુ પીએમ મોદીના કાર્યક્રમમાં તેની કોઈ અસર નથી.

પીએમ મોદી  પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન ચોથી વખત બાબા કેદનાથના દર્શન કરવા માટે કેદનાથ ધામ આવ્યા.. આ પહેલા તેઓ 3જી મે, 2017ના રોજ બાબાના દર્શને આવ્યા હતા। જે બાદ તેઓ બીજી વખત 20મી ઓક્ટોબર, 2017મા કેદારનાથ આવ્યા હતા. જ્યા તેમણે બાબા કેદારનાથના દર્શન અને પૂજા અર્ચન કર્યા હતા. પીએમ મોદી ત્રીજી વખત સાતમી નવેમ્બર, 2018ના રોજ આવ્યા હતા. અને હવે પીએમ મોદી ચૂંટણી પ્રચાર પૂર્ણ થતા તેઓ બાબાના દ્વારે પહોંચ્યા છે.

કેદારનાથ પૂજા સમાપ્ત, બહાર આવીને PM મોદીએ પુનઃનિર્માણ કાર્યોનું કર્યું નિરિક્ષણ

પીએમ મોદીએ કેદારનાથ ધામ પહોંચીને ત્યાં પૂજા અર્ચના કર્યા બાદ બહાર આવીને ધામમાં થઈ રહેલા પુનઃનિર્માણના કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું. તે સમયે તેમણે અધિકારીઓ પાસેથી તમામ પ્રકારની જાણકારીઓ લીધી. તે પોતે જ નક્શા અને ફાઈલ્સ જોઈ રહ્યા હતા.

Read Also

Related posts

કર્ણાટક મામલે SCમાં સુનાવણી શરૂ, CJIએ ધારાસભ્યોને પુછ્યું- રાજીનામું કઈ તારીખે આપ્યું હતું?

Arohi

આસામમાં પૂરના કારણે જનજીવન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત

Arohi

નવ મહિનામાં પહેલીવાર ઘટી દેશની નિકાસ, આયાતમાં પણ નોંધાયો ઘટાડો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!