GSTV

આ 5 બેઠકનાં ખેલ માટે PM મોદી ગુજરાતનાં હિલ્લોળે ચડ્યાં, કારણ કે અહીં કૉંગ્રેસ જીતે છે!

Randeep Surjewala congress

ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવનાર ભાજપ પાર્ટીને ગુજરાતમાં અમુક બેઠકો પર કૉંગ્રેસ હંફાવી દેશે એ ભણક લાગી ગઈ છે. અને એના માટે ખૂદ પીએમ મોદી ગુજરાતનાં હિલ્લોળે ચડ્યાં છે એવામાં જ ગુજરાતમાં IB દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામનાં આંકડાઓને લોકસભા બેઠક દીઠ વિભાજન કરીને તારણ કાઢવામાં આવ્યું છે. IBના સર્વે અનુસાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 5 બેઠક પર ભાજપ હારે છે અને ભાજપને 21 બેઠક પર સતા મળી શકે છે. કેમ કે આ પાંચ બેઠક પર કૉંગ્રેસનો દબદબો છે.

તો વળી એક સમાચાર એવા પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલે ગુજરાત આવવાના છે. બપોરે 2 વાગ્યે અમદાવાદ, 2:30 વાગ્યે વાગ્યે હિમ્મતનગર 4 વાગ્યે સુરેન્દ્રનગરમાં જાહેર સભા કરીને સાંજે 7 વાગ્યે આણંદમા જવાનાં છે. પછી અમદાવાદ ફરીથી આવશે અને રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે 18 તારીખે અમરેલીમાં 10 વાગ્યે જાહેર સભા કરશે.

modi

જે બેઠક પર ભાજપ હારવાનું છે એ બેઠકમાંથી એક બેઠક પર પહેલેથી જ મોદી આટો મારી આવ્યા છે. કોંગ્રેસ જૂનાગઢ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર અને પાટણીની સીટ પર જીતી શકે છે. IB રિપોર્ટ મુજબ જૂનાગઢમાં મોટી સરસાઇથી કોંગ્રેસ જીત મેળવી શકે છે અને ઉલ્લેખનીય છે કે મોદી જૂનાગઢનો પ્રવાસ પહેલાથી જ 10 તારીખે કરી ચૂક્યાં છે. તો વળી એકબાજુ IBના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 8 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ ચાલી રહી છે પરંતુ આ 8માંથી 3 સીટો પરથી કટોકટીની સ્થિતિ હોવાના કારણે ભાજપ બાજી મારી જાય એવી પણ શંકાઓ રહેલી છે અને 18 બેઠકો એવી છે કે જેના પર ભાજપ જીતની ખૂરશી પર બેસી શકશે.

આ પહેલા વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદારે ભાજપને રંગ બતાવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો સહન કરવો પડ્યો હતો. જેથી કૉંગ્રેસને તેનો સીધો લાભ થયો હતો. તો વળી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે જેના કારણે અલ્પેશ ઠાકોરની સાથે સંકળાયેલા સમાજના લોકો કોંગ્રેસને સમર્થન કરશે નહીં એટલે કોંગ્રેસને પણ ક્યાંકને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં નુકસાન જવાની સંભાવનાઓ રહેલી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો, છેલ્લાં 24 કલાકમાં 8 નવા કેસ

Karan

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધીને 82 થયા, અમદાવાદનાં 8 નવા કેસો ઉમેરાયા

Karan

દિલ્હીની તબલિગી જમાત મામલે ગુજરાત પોલીસ સક્રિય,રાજ્યના તમામ શહેરોમાં તબલિગી ખાનામાં તપાસના આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!