GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Holi 2020: ‘આ તહેવાર તમામ નાગરિકોના જીવનમાં ખુશીઓ લાવે’ PM મોદીએ દેશવાસીઓને આપી હોળીની શુભકામનાઓ

દેશભરમાં હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પૂરો દેશ હોળીના રંગે રંગાઈ રહ્યો છે. ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદએ ટ્વિટ કરી લોકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે.  પીએમ મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે, ‘રંગ, ઉમંગ અને આનંદના તહેવાર હોળીના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ તહેવાર તમામ નાગરિકોના જીવનમાં ખુશીઓ લાવે.

જોકે વડા પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હોળીની ઉજવણીથી દૂર રહેશે. ત્યાં આ વખતે અયોધ્યામાં વિવાદના સમાધાન બાદ પહેલી હોળી રમવામાં આવી રહી છે. પૂજારી સત્યેન્દ્ર દાસ અને ઇકબાલ અન્સારીએ સાથે હોળી રમીને ભાઈચારોનો સંદેશ આપ્યો છે.

કોરોનાના કારણે PM મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ

PM નરેન્દ્ર મોદી આગામી 17મી માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જવાના હતા, પરંતુ બાંગ્લાદેશમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા PM મોદી જે કાર્યક્રમમાં જવાના હતા તે કાર્યક્રમ જ રદ્ થયો હતો. બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહેમાનની જન્મ શતાબ્દીનો કાર્યક્રમ આગામી 17મી માર્ચે થવાનો હતો, પરંતુ કોરોનાના ત્રણ કેસ નોંધાયા પછી તાકીદની અસરથી મુજીબ યરનો કાર્યક્રમ રદ્ કરાયો હતો.

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે મુજીબ યરનો કાર્યક્રમ નવેસરથી યોજાશે. એ વખતે નવા કાર્યક્રમની જાણ ભારતના વિદેશમંત્રાલયને કરીશું. ત્યાં સુધી કાર્યક્રમ રદ્ થયો છે. કાર્યક્રમ રદ થયો હોવાથી વડાપ્રધાનનો પણ પ્રવાસ રદ્ થયો હોવાનું વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુજીબ યરમાં મુખ્ય અતિથિ હતા.

PM મોદી

નાગરિકતા કાયદામાં સુધારો થયા બાદ મોદીનો આ પહેલો બાંગ્લાદેશ પ્રવાસ હતો

નાગરિકતા કાયદામાં સુધારો થયો તે પછી મોદીનો આ પહેલો બાંગ્લાદેશ પ્રવાસ હતો. એના કારણે આ પ્રવાસ મહત્વનો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરી બાબતે પણ આ મુલાકાત દરમિયાન શેખ હસીના સાથે વાતચીત થાય એવી શક્યતા હતી.ભારતમાં કોરોનાના કેસ નોંધાયા તે પછી બાંગ્લાદેશની સંસદના સ્પીકર શીરિન ચૌધરીએ ગયા સપ્તાહમાં ભારતનો પ્રવાસ રદ્ કર્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણથી શીરિન ચૌધરી ભારતમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાના હતા.

Read Also

Related posts

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!