GSTV

મોદી બગડ્યા / મંત્રીઓએ રજૂ કરવું પડશે રિપોર્ટકાર્ડ, આ ત્રિપૂટી આપશે રેન્ક, 5 કેબિનેટ મંત્રીઓ એડવાન્સમાં જ પાસ

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના પ્રધાનોના રીપોર્ટ કાર્ડ માંગીને કામગીરીનું મૂલ્યાંકન શરૂ કરતાં ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર થશે એવા સંકેત છે. મોદીએ પાંચ-પાંચ મંત્રીને બોલાવીને તેમની સાથે બેઠકો કરવા માંડી છે. આ મંત્રીઓને હવે પછી તેમનું મંત્રાલય શું કરશે તેનો રોડમેપ આપવા કહેવાયું છે.

મંત્રીઓના રીપોર્ટ કાર્ડ અને ભવિષ્યના આયોજનના આધારે તેમને રેન્કિંગ આપશે

મોદી દર અઠવાડિયે પાંચ-પાંચ પ્રધાનોને બોલાવીને તેમની સાથે બેઠક કરવાના છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, અમિત શાહ, જે.પી. નડ્ડા અને બી. એલ.સંતોષની ત્રિપુટી મંત્રીઓના રીપોર્ટ કાર્ડ અને ભવિષ્યના આયોજનના આધારે તેમને રેન્કિંગ આપશે. તેના આધારે મોદી આગામી સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર કરશે.

અમિત શાહ, નિર્મલા સીતારમન, નીતિન ગડકરી, રાજનાથસિંહ, એસ. જયશંકર એ પાંચ ટોચના પ્રધાનો પાસે રીપોર્ટ કાર્ડ નથી મંગાયા તેથી તેમની કામગીરીનું મૂલ્યાંકન નહીં થાય પણ બાકીના તમામ પ્રધાનોને રીપોર્ટ કાર્ડ તૈયાર કરવા કહેવાયું છે.

મોદીએ પ્રધાનોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોરોનાના કારણે આખું વર્ષ બગડ્યું છે ત્યારે હવે આક્રમક બનીને કામગીરી કરવી પડશે અને સરકારની બગડેલી ઈમેજ સુધારવી પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!