GSTV

PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ આવશે માદરે વતન- 17 પ્રોજેક્ટોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આઠ મહિનાના લાંબા સમયગાળ બાદ રાજ્યની મુલાકાતે છે. નોંધનીય છે કે 31મી ઓક્ટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિએ કેવડિયા ખાતે નરેન્દ્ર મોદી વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાજંલિ આપશે. વડાપ્રધાન કેવડિયામાં 17 પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે જયારે ચાર નવા પ્રોજેકટોનું શિલાન્યાસ કરશે. આ ઉપરાંત કેવડિયાાૃથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી દેશની પ્રથમ સી -પ્લેન સેવાનું ય ઉદઘાટન કરશે. 30મીએ વડાપ્રધાન જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમાન એકતા મોલ, વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનુ લોકાર્પણ કરશે.

વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનુ લોકાર્પણ કરશે

એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રે ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્ઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટમનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.

 વડાપ્રધાન ચાર નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, જીઇઁ ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે.  કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ રપ ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન  ઉદ્ધાટન કરવાના છે.

31 ઓક્ટોબરે સવારે રાષ્ટ્રીય એક્તા પરેડ અગાઉ વડાપ્રધાનઆરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.3ના વોટર ડ્રોમનું ઉદ્ધાટન  કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને દિવસ-રાત કામ કરી પૂર્ણ કરાયું છે જેથી સ્થાનિક યુવાનો અને મહિલાઓ સહિત 3000 કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને ર0ર0-રર દરમિયાન અંદાજી રૂા.9000/- કરોડનો લાભ થશે.

નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી કેશુભાઈના બંગલે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 31મીએ અમદાવાદ આવવાના હતા પણ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં તેમના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. મોદી હવે તા. 30ને શુક્રવારે સવારે 9-45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. સવારે 10-15 વાગ્યે ગાંધીનગર ખાતે કેશુભાઈના બંગલે પહોંચી પરિવારને મળી સાંત્વના આપશે.

વડાપ્રધાનના કાર્યક્રમમાં છેલ્લી ઘડીના ફેરફાર થયા મહેશ-નરેશના ઘરે જાય તેવી સંભાવના વચ્ચે સુરક્ષા

સંગીતકાર બેલડી અને ભાજપ સાથે સંકળાયેલા મહેશ-નરેશના નિધન થતાં તેમના ઘરે પણ વડાપ્રધાન જઈ શકે છે તેવી સંભાવનાએ પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તા. 31ના મોદી ફરી અમદાવાદ આવશે અને સી-પ્લેનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તા. 30ને શુક્રવારે અમદાવાદ આવશે. તા. 30ના સવારે મોદી ગાંધીનગર ખાતે કેશુભાઈના બંગલે તેમજ સંગીતકાર મહેશ-નરેશના નિવાસસ્થને જઈ સાંત્વના આપે તેવો કાર્યક્રમ ઘડાતાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીમાં ભાગ લીધા પછી તા. 31ના રોજ પુન: અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની આ નવી સુવિધાનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં બે વખત અમદાવાદ આવવાના છે. તા. 30ના રોજ ગાંધીનગર જઈ પુન: અમદાવાદ એરપોર્ટથી કેવડિયા કોલોની જશે. તા. 31ના રોજ સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડીંગ પછી એરપોર્ટથી દિલ્હી જશે. આમ, નરેન્દ્ર મોદીના આગમનના કાર્યક્રમમાં છેલ્લી ઘડીના ફેરફાર થતાં અમદાવાદ અને ગાંધીનગર પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ કરાયાં છે.

મોદી સી-પ્લેનનું લોકાર્પણ કરવાના હોવાથી તા. 31ના સવારે સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો-આવતો માર્ગ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

ચાલુ વર્ષને ઝીરો એજ્યુકેશન વર્ષ ડિકલેર કરવા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!