વડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તરાખંડને 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદીએ અહીં દિલ્હીથી દેહરાદૂન સુધીના ઈકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ કોરિડોરના કારણે દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર 6 કલાકના બદલે માત્ર અઢી કલાકમાં કાપી શકાશે. તેનાથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ઉપરાંત તે રૂટ પરથી ચાલનારા તમામ મુસાફરોને ફાયદો થશે.

વડાપ્રધાને જણાવ્યું કે, કેન્દ્રની સરકારે 5 વર્ષમાં ઉત્તરાખંડ માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ સ્વીકૃત કરી છે. જે લોકો એવું પુછતા હતા કે, ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર શું કરી રહી છે તે આજે જોઈ શકે છે કે, ડબલ એન્જિનની સરકારમાં ઉત્તરાખંડની તસવીર કઈ રીતે બદલાઈ રહી છે. તે સિવાય વડાપ્રધાને વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે, વન રેન્ક, વન પેન્શન હોય, આધુનિક અસ્ત્ર-શસ્ત્ર હોય, આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનું હોય તેમણે દરેક સ્તરે સેનાને હતોત્સાહિત કરવાની સોગંધ લીધા હતા.
આજે જે સરકાર છે તે વિશ્વના કોઈ પણ દેશના દબાણમાં ન આવી શકે. અમે રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમના મંત્ર પર ચાલનારા લોકો છીએ. વડાપ્રધાને જણાવ્યું કે, 2007થી 2014ના વર્ષ દરમિયાન કેન્દ્રની જે સરકાર હતી તેણે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં માત્ર 288 કિમી નેશનલ હાઈવે બનાવ્યા. જ્યારે અમારી સરકારે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં 2 હજાર કિમી કરતા વધારે લંબાઈના નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું છે.
ALSO READ
- એક સાથે દેખાશે પ્રિયંકા ચોપરા અને જુનિયર એનટીઆર, પ્રશાંત નીલ કરશે ડિરેક્શન
- સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત
- સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી