GSTV
Home » News » દેશના સપૂતોને ભુલવામાં આવ્યા, નેતાજીના બહાને કોંગ્રેસ પર મોદીનું નિશાન

દેશના સપૂતોને ભુલવામાં આવ્યા, નેતાજીના બહાને કોંગ્રેસ પર મોદીનું નિશાન

આઝાદ હિંદ ફૌજની સરકારની સ્થાપનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીના લાલકિલ્લામાં તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે 75 વર્ષ પહેલા દેશની બહાર બનાવવામાં આવેલી આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની સરકાર હતી. તે અવિભાજિત ભારતની સરકાર હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે એક પરિવારને મોટો બનાવવા માટે દેશના અનેક સપૂતો ચાહે સરદાર પટેલ હોય. બાબાસાહેબ આંબેડકર હોય, તેમની જ જેમ નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને પણ ભૂલાવી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો કે આઝાદી બાદ જો સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝનું નેતૃત્વ દેશને મળ્યું હોત. તો પરિસ્થિતિઓ અલગ હોત.

વડાપ્રધાન મોદીએ લાલકિલ્લામાં આયોજીત કાર્યક્રમમાં કહ્યુ છે કે દેશવાસીઓને આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર તેઓ અભિનંદન પાઠવી રહ્યા છે. મોદીએ કહ્યુ છે કે આઝાદ હિંદ સરકાર માત્ર નામ જ નથી. નેતાજીના નેતૃત્વમાં આઝાદ હિંદ સરકારે દરેક ક્ષેત્રમાં નવી યોજના બનાવી હતી. આ સરકારની પોતાની બેન્ક હતી, પોતાનું ચલણ, ટપાલ ટિકિટ અને ગુપ્તચર સેવા હતી. ઓછા સંશાધનોમાં એવા શાસકો વિરુદ્ધ લોકોને એકજૂટ કર્યા હતા કે જેનો સૂરજ ક્યારેય ડૂબતો ન હતો. વીરતાની ટોચ પર પહોંચવાના મૂળિયા નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપાણમાં જ નખાયા હતા.

મોદીએ સુભાષચંદ્ર બોઝના પત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્ર તેમણે કિશોરવયમાં તેમની માતાને લખ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે સુભાષચંદ્ર બોઝે તેમની માતાને 1912ના સમયગાળાની આસપાસ પત્ર લખ્યો હતો. તે વખતે તેમના મનમાં ગુલામ ભારતને લઈને ભારે વેદાન હતી. તે સમયે તેઓ માત્ર પંદરથી 16 વર્ષના હતા. તેમણે માતાને પત્રમાં સવાલ કર્યો હતો કે મા શું આપણો દેશ દિવસેને દિવસે વધુ પતનમાં ગરકાવ થતો રહેશે?  શું આ દુખી ભારતમાતાનો એકપણ પુત્ર એવો નથી કે જે સંપૂર્ણપણે પોતાના સ્વાર્થને તિલાંજલિ આપીને પોતાના સંપૂર્ણ જીવનને સમર્પિત કરે બોલો માતા આપણે ક્યાં સુધી આમ ઉંઘતા જ રહીશું ?

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આ લાલકિલ્લા પર આઝાદ હિંદ ફૌજના સેનાની કર્નલ શાહનવાઝ ખાને કહ્યુ હતુ કે સુભાષચંદ્ર બોઝ પહેલા વ્યક્તિ હતા કે જેમણે ભારત હોવાનો અહેસાસ તેમના મનમાં પેદા કર્યો હતો. એવી કઈ પરિસ્થિતિ હતી કે શાહનવાઝ ખાનને આ વાત કહેવી પડી હતી? કેમ્બ્રિજ ખાતેના પોતાના દિવસોને યાદ કરતા સુભાષચંદ્ર બોઝે લખ્યું છે કે તેમને શિખવાડવામાં આવતું હતું કે યુરોપ ગ્રેટબ્રિટનનું સ્વરૂપ છે. માટે યુરોપને બ્રિટનના ચશ્માથી જોવાની આદત છે. આઝાદી બાદ પણ લોકોએ ઈંગ્લેન્ડના ચશ્માથી જ જોયું. આપણી વ્યવસ્થા, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા પાઠ્યપુસ્તકોને આનું નુકસાન ઉઠાવવું પડયું છે.

 • આઝાદ હિંદ સરકારની 75મી જયંતીની ઉજવણી
 • 21 ઓક્ટોબર, 1943ના રોજ થઈ હતી સ્થાપના
 • સિંગાપુરમાં બની હતી આઝાદ હિંદ સરકાર
 • લાલકિલ્લામાં પીએમ મોદીએ ફરકાવ્યો તિરંગો
 • એક વર્ષમાં બીજી વખત લાલ કિલ્લામાં ફરકાવ્યો તિરંગો
 • નેતાજી સુભીષચંદ્ર બોઝનો પરિવાર પણ કાર્યક્રમમાં સામેલ
 • નેતાજીએ લાલકિલ્લા પર તિરંગો ફરકાવવાનું કર્યુ હતું એલાનઃ પીએમ
 • નેતાજી આઝાદ હિંદ સરકારના હતા પહેલા વડાપ્રધાનઃ પીએમ મોદી
 • ક્યારેય અસ્ત નહીં થનારી સત્તા સામે લડ્યા નેતાજીઃ પીએમ મોદી
 • નેતાજીએ જીવન ભારત માતાને કર્યુ હતું અર્પણઃ પીએમ મોદી
 • નેતાજી સુભાષચંદ્ર બોઝે કર્યુ અસાધારણ કામઃ પીએમ મોદી
 • નેતાજીના મનમાં ગુલામ ભારતને લઈને હતું અપાર દુઃખઃ પીએમ
 • હજીપણ નેતાજીનું સપનું સાકાર થવાનું બાકીઃ પીએમ મોદી
 • દેશસેવા માટે જ નેતાજીએ તમામ યાતનાઓ સહન કરીઃ પીએમ મોદી
 • આઝાદ હિંદ સરકાર અખંડ ભારતની પહેલી સરકારઃ પીએમ મોદી
 • એક પરિવાર માટે દેશના સપૂતોને ભૂલાવામાં આવ્યાઃ પીએમ મોદી
 • પૂર્વ ભારતના મહત્વને નેતાજી સુભાષચંદ્ર બોઝે સમજ્યુઃ પીએમ મોદી
 • હાલની સરકાર પણ પૂર્વ ભારતને મહત્વ આપી રહી છે. પીએમ મોદી
 • આઝાદીની ઉત્કંઠાએ સુભાષચંદ્રને નેતાજી બનાવી દીધાઃ પીએમ મોદી
 • નેતાજીના સપનાને અનુરૂપ ભારતની સેનાનું થઈ રહ્યું છે નિર્માણઃ પીએમ
 • ભારતની સૈન્ય શક્તિ આત્મરક્ષા માટે રહી છે અને રહેશેઃ પીએમ મોદી
 • ભારતની સાર્વભૌમતા સામેના પડકારને બેવડી શક્તિથી મળશે જવાબઃ પીએમ
 • ભારતને બીજાની જમીન હડપવાની કોઈ જ લાલચ નથીઃ પીએમ મોદી
 • ભારતે હજીપણ વધુ ઊંચાઈએ પહોંચવાનું બાકી છે. પીએમ મોદી
 • નેશનલ વૉર મ્યુઝિયમનું કામ આખરી તબક્કામાં છેઃ પીએમ મોદી
 • 22 ઓક્ટોબરે રાણી ઝાંસી રેજીમેન્ટની 75મી વર્ષગાંઠઃ પીએમ મોદી
 • 75 વર્ષ પહેલા નેતાજીએ શરૂ કરેલા હાલની સરકારે કર્યુઃ પીએમ

Related posts

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur

ગણતરીના સમયમાં યુએસના 7મા રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચશે, આ 6 રાષ્ટ્રપતિ લઈ ચૂક્યા છે ભારતની મુલાકાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!