GSTV

આરોગ્ય/ ભારતને સ્વસ્થ રાખવા કેન્દ્ર સરકારનો આ છે પ્લાન, પીએમ મોદીએ 4 મોરચાનો કર્યો મોટો ખુલાસો

પીએમ નરેન્દ્ર મોદીએ આજે એક વેબિનારમાં સંબોધન દરમિયાન ભારતના હેલ્થ સેક્ટર પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતને સ્વસ્થ રાખવા માટે સરકાર ચાર મોરચા પર કામ કરી રહી છે. પહેલો મોરચો બીમારીઓને રોકવાનો છે, બીજો મોરચો ગરીબ લોકોને સસ્તી અને અસરકારક સારવાર આપવાનો છે. આયુષ્માન ભારત યોજના તેનો જ એક ભાગ છે.

મોદી

ત્રીજો મોરચો હેલ્થ માટેની સુવિધાઓ અને તેની ગુણવત્તામાં વધારો કરવાનો છે અને ચોથો મોરચે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી સેવાઓ પહોંચાડવાનો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર સારવાર માટે વેન્ટિલેટરથી લઈને વેક્સીન સુધીની તમામ બાબતો પર ધ્યાન આપી રહી છે. જેથી ભવિષ્યમાં કોઈ હેલ્થ ઈમરજન્સી ઉભી થાય તો તેનો સામનો વધારે સારી રીતે કરી શકાય. આ માટે સરકાર એકલ દોકલ સમસ્યાઓ પર ધ્યાન આપવા કરતા હેલ્થ સેક્ટરના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી રહી છે. સરકાર માત્ર લોકોની સારવાર માટે નહીં પણ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના પર પણ ફોકસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી

Bansari

BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા

pratik shah

ગુજરાત બજેટ 2021-22 : વન બંધુ કલ્યાણ યોજના ફરી ફરી અમલમાં મુકવા નીતિન પટેલની જાહેરાત, પીએમ મોદીએ કરી હતી શરૂઆત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!