GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

PM મોદીની બાયોપિકને ECનો મોટો ઝટકો, ફિલ્મ પર લગાવી રોક

ઘમા સમયથી વિવાદિત ફિલ્મ પીએમ મોદી પર આજે ચૂ્ંટણી કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. ચૂંટણી પંચે પીએમ મોદીની બાયોપિકને રિલિઝ કરવાની ના પાડી છે. વિવેક ઓબરોય પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે આ ફિલ્મ રિલિઝ થશે પણ હવે કમિશને તેમને મોટો ઝટકો આપ્યો છે. અને ફિલ્મ રિલિઝ કરવાની ના પાડી દીધી છે. ઘણા સમયથી વિવાદિત હતી એ ફિલ્મ પીએમ મોદી પર હવે કમિશને સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી છે.

આ પહેલા કોર્ટે 11 એપ્રિલે ફિલ્મ રિલિઝ કરવાની મંજુરી આપી હતી

સુપ્રીમ કોર્ટે વિવેક ઓબેરોય અભિનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મની રિલીઝ પર રોક લગાવાવની અરજી ફગાવી છે. કોર્ટે કહ્યું કે ફિલ્મને હજુ સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યું નથી.

આ નિર્ણય ચૂંટણી પંચે કરવાનો છે કે ફિલ્મ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં. સોમવારે કોર્ટે પીએમ મોદીની બાયોપિક ફિલ્મ રજૂ થવા પર રોક માટે થયેલી અરજી પર કોઈ આદેશ આપવા ઈન્કાર કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે આ મામલે મંગળવારે સુનાવણી કરી હતી. પીઠે કોંગ્રેસના એક કાર્યકર્તાના એ અનુરોધને ફગાવી દીધો છે કે ફિલ્મ એક પ્રતિ તેમની ઉપલબ્ધ કરાવાય.

અરજદાર તરફથી વરિષ્ઠ વકિલ અભિષેક મનુ સિંઘવીએ જ્યારે ફિલ્મની પ્રતિ ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો તો પીઠે કહ્યું કે અમે કોઈ વ્યક્તિને ફિલ્મની પ્રતિ આપવાનો નિર્દેશ શા માટે કરીએ. અમે સમજી નથી શકતા કે આવો નિર્દેશ અમે શા માટે આપીએ. મહત્વનું છે કે આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની છે. 

READ ALSO

Related posts

જીવલેણ કોરોના વાયરસને રોકવામાં તંત્ર નિષ્ફળ, સરકાર પાસે નથી કોઈ પણ પ્રકારનું આયોજન

pratik shah

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષની પોલીસે કરી ધરપકડ, લોકડાઉનમાં રાજધાટ પર પ્રદર્શન આદર્યું

Pravin Makwana

સોનૂ સૂદે 180 પરપ્રાંતીયોને ફ્લાઈટ દ્વારા ઘરે મોકલ્યા, મોટાભાગની લાંબી મુસાફરી ન કરી શકે તેવી હતી મહિલાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!