રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 27 દિવસથી હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચેના યુદ્ધથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યુદ્ધનો ઉકેલ શોધવાની અપીલ કરી છે. આ ક્રમમાં પીએમ મોદીએ મંગળવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર લાંબી વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે યુક્રેનની સ્થિતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી.

પીએમ મોદીએ યુક્રેન સંકટ પર ભારતની અપીલનું પુનરાવર્તન કર્યું
બોરિસ જ્હોન્સન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની સતત અપીલને પુનરાવર્તિત કરી. PM મોદી સાથે વાત કર્યા બાદ યુકેના પીએમ એ ટ્વિટ કર્યું કે નરેન્દ્ર મોદી અને મેં યુક્રેનની ગંભીર સ્થિતિ પર ચર્ચા કરી. તેની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ તે અંગે પણ સંમત થયા હતા. તેમણે ટ્વીટમાં આગળ લખ્યું કે યુકે અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વેપાર, સુરક્ષા અને વ્યાપારી સંબંધો વધુ મજબૂત થશે.
પીએમઓએ વાતચીતની માહિતી આપી
PMOની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સમકાલીન વિશ્વ વ્યવસ્થાના આધાર તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વમાં ભારતની માન્યતા પર ભાર મૂક્યો હતો.

બ્રિટન સાથે ભારતના સંબંધો મજબૂત થયા
વાતચીત દરમિયાન પીએમ મોદીએ બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી પર ચાલી રહેલી વાતચીતમાં સકારાત્મક ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગયા વર્ષે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા ‘ભારત-યુકે રોડમેપ 2030’ના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન મોદીએ પણ પીએમ જોન્સનને વહેલામાં વહેલી તકે ભારતમાં આમંત્રણ અને સ્વાગત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
READ ALSO:
- અમેરિકન કંપનીઓ પર રશિયાના સાઇબર એટેકની ચેતવણી, સિસ્ટમ્સની ખામીઓનો તેઓ ફાયદો ઉઠાવી શકે
- મોંઘવારીનો માર એવો પડ્યો કે સામાન્ય માણસે માની હાર! સતત બીજા દિવસે વધ્યા પેટ્રોલ- ડીઝલના ભાવ, માર્ચમાં અસહ્ય ભાવ વધારો!
- નહીં સુધરે આ પડોશી! કપટી ડ્રેગન એક બાજું સરહદ પર શાંતિ માટે વાટાઘાટોનું નાટક કરે છે બીજી બાજું લદ્દાખ સરહદે ગુપચુપ 624 ગામ વસાવ્યા
- વાવાઝોડાના કારણે કેરીના બાગાયતી પાકોને પહોંચ્યું નુકસાન, લોકોએ જોવી પડશે હજુ થોડી વધુ રાહ
- કાશ્મીર ફાઈલ / લોકોને ધર્મના નામે ભડકાવીને પાકિસ્તાન બનાવવા માગે છે આ લોકો, મહેબૂબા મુફ્તીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ