GSTV
Gujarat Government Advertisement

કોવિડ ડ્યુટીમાં લાગેલા મેડિકલ સ્ટાફ માટે PM મોદીનું મોટું એલાન, સરકારી નોકરીમાં મળશે આ રીતે લાભ

Last Updated on May 4, 2021 by Damini Patel

કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. સરકાર સતત દર્દીઓ માટે ઓક્સિજનની કમીથી નિપટવામાં લાગેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પછી દેશે ડોકટરો અને નર્સોની કમીની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મેડિકલ ચિકિત્સા કર્મીઓની ઉપલબ્ઘતા વધારવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે NEET-PGની પરીક્ષાઓને ઓછામાં ઓછા ચાર મહિના માટે સ્થગિત કરી દેવામાં આવે. સાથે જ કોવિડ ફરજને 100 દિવસ પુરા કરવા વાળા ચિકિત્સક કર્મીઓને નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવે.

પમ મોદી સતત કોરોના વાયરસ સામે લાડવા બેઠકો કરી રહ્યા છે અને કોરોનાના સંકટનો સામનો કરવા માટે કડક નિર્ણયો લઇ રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની ફરજના 100 દિવસ પુરા કરવા વાળા ચિકિત્સા કર્મીઓને નિયમિત ભારતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે કહ્યું કે પોતાના વિભાગની ગાઈડન્સમાં મેડિકલ સ્ટુડન્ટ્સ કોવિડ સાથે જોડાયેલી ડ્યુટી કરે.

સરકારી ભારતીઓમાં મળશે પ્રાથમિકતા

પીએમ મોદીએ નિર્ણય લીધો છે કે કોવિડ ફરજના 100 દિવસ પુરા કરવા વાળા ચિકિત્સક કર્મીઓને પ્રધાનમંત્રી પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે, સાથે જ એમને સરકારી ભારતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

ગયા દિવસોમાં કાર્ડિયાક સર્જન ડો.દેવી શેટ્ટીનું એક ભયાનક નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે ઓક્સિજનના અભાવ પછી, હવે પછીનું મોટુ સંકટ ડોક્ટર અને નર્સની તંગી હશે. તેઓ કહે છે કે મે મહિનામાં કોરોના વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં, કોરોના દર્દીઓ માટે ડોકટરો અને નર્સોને મળવાનું મુશ્કેલ બનશે.

PM મોદીના મહત્વના નિર્ણયો

કોરોના
  • BSc/GNM નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડોકટરો અને નર્સોના સુપરવિઝનમાં ફૂલ ટાઈમ કોરોના નર્સિંગમાં કરી શકાય છે.
  • મેડિકલ વિદ્યાર્થીઓ કે જેઓ ફરજ પર રહેશે તેમને યોગ્ય રીતે રસી આપવામાં આવશે. આ ઉપરાંત કોરોનામાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓની જેમ
  • તમામ પ્રોફેશનલ જે કોરોના સામે 100 દિવસની ફરજ માટે તૈયાર હશે અને તે પૂર્ણ કરશે તો તેમને ભારત સરકાર વતી વડા પ્રધાનનો પ્રતિષ્ઠિત કોરોના રાષ્ટ્રીય સેવા એવોર્ડ પણ આપવામાં આવશે.
  • ફાઇનલ ઈયર પી.જી. વિદ્યાર્થીઓની સેવાનો ઉપયોગ ત્યા સુધી કરી શકાશે જ્યાં સુધી પીજી સ્ટુડન્ટ્સનો નવો બેચ જોડાઈ નહિ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!