GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

રોજ 8 અરબ ડોલરનું નુકશાન, શું 14 એપ્રિલ બાદ લોકડાઉન ખતમ કરશે સરકાર

corona

લોકડાઉન ખતમ કરવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, હવે લોકો એક જ સવાલ પુછી રહ્યા છે 14 એપ્રિલ બાદ શું થશે ? શું લોકડાઉન ખતમ થઈ જશે કે પછી ફરીવાર તેને વધારવામાં આવશે. કે પછી કેટલાક વિસ્તારમાં જ લોકડાઉનથી છૂટકારો મળશે. ભારતમાં અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા એક અરબથી વધારેની વસ્તી લોકડાઉનની સીમામાં છે. તેના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકશાન થઈ રહ્યું છે.

લોકડાઉનથી ક્રમવાર રીતે મળશે રાહત

સરકાર દ્વારા મળસા સંકેત બતાવે છે કે 14 એપ્રિલ બાદ એકવારમાં લોકડાઉન હટાવવામાં નહી આવે. પીએમ આવાસ, કેબિનેટ મીટિંગ, રાજ્ય સરકારોની મિટિંગમાં મળતા સંકેતો બતાવે છે કે દેશમાં ક્રમવાર લોકડાઉન હટાવવામાં આવી શકે છે. તેના માટે એક ટાઈમ લાઈન તૈયાર કરવમાં આવશે જેની ઘોષમા કરવાની બાકી છે.

ક્રમવાર રીતે દેશને લોકડાઉનમાથી બહાર કાઢવામાં આવશે

મોદી સરકારના એક મંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સરકાર Rational lockdown ના આઈડિયા પર વિચાર કરી રહી છે. તે અંતર્ગત ક્રમવાર રીતે દેશને લોકડાઉનમાથી બહાર કાઢવામાં આવશે.

લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને ભારે નુકશાન

સરકારનું કહેલુ છે કે લોકડાઉનના કારણે કોરોનાને ફેલાતા રોકવામાં મદદ મળી છે. પરંતુ લોકડાઉનના કારણે લોકો અને અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ છે. વિત્ત મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એક અંદાજ મુજબ ભારતની દૈનિક જીડીપી લગભગ 8 બિલિયન ડોલર છે. જો લોકડાઉનને 30 દિવસ સુધી લંબાવવામાં આવે છે તો લગભગ 250 બિલિયન ડોલરનું નુકશાન દેશને થસે. જો લોકડાઉને જલદી હટાવી લેવામાં આવે તો વિત્તિય વર્ષ 2020-21 આ નુકશાનની ભરપાઈ કરી શકાય. પરંતુ જો લોકડાઉન લાંબુ ચાલશે તો રિકવરી અસંભવ થઈ જશે.

સરકાર એક તરફી નિર્ણય લેવા માંગતી નથી

જો કે સરકાર સામે ગંભીર સમસ્યા છે. કોરોનાના વિશ્વવ્યાપી ખતરા અને દુનિયામાં તેના નુકશાનને જોતા સરકાર એક તરફી નિર્ણય લેવા માંગતી નથી. આ માટે મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગ બાદ પીએમ મોદીએ સહમતિ રસ્તો અપનાવ્યો અને રાજ્યોને કહ્યું કે લોકડાઉનનો એગ્જિટ પ્લાન બનાવીને મોકલે.

કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ વધી રહી છે

જણાવી દઈએ કે કોરોનાના વધતા આંકડાને લઈને રાજ્ય સરકારોની સામે લોકડાઉનનો એગ્જિટ પ્લાન તૈયાર કરવો મુશ્કેલ છે. કેમ કે કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ વધી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીઓની રિપોર્ટ આ સપ્તાહનાં અંત સુધામાં આવી શકે છે. ત્યાર બાદ પીએમ મોદી ફરી એકવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

કલ્યાણકારી યોજાનાઓથી રાજ્યને અસર

લોકડાઉનના કારણે રાજ્યોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લોકડાઉનના પ્રભાવમાં આવેલા લોકો માટે શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓના કારણે પણ સરકારની તીજોરીમાં અસર પડી રહી છે. પરંતુ આ લાબા સમય માટે ચાલી ન શકે કેમ કે કેટલાક દિવસ બાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે જ જશે.

READ ALSO

Related posts

સામાન્ય વર્ગને લાગશે ઝટકો : વીમા પોલિસી આગામી દિવસોમાં થશે મોંઘી, વધી જશે પ્રિમિયમ

Dilip Patel

વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

Harshad Patel

ગુડ ન્યૂઝ : કોરોના પર ભારતીયો પડ્યા ભારે, 2 લાખ કેસમાંથી તો એક લાખ સાજા થઈ ગયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!