GSTV

PHOTO / ખુદ વડાપ્રધાનનો કાફલો પણ ફસાયો ટ્રાફીકમાં, જૂઓ તસવીરોમાં કઈ રીતે જોવી પડી રસ્તો ખુલવાની રાહ!

વડાપ્રધાન

Last Updated on January 5, 2022 by GSTV Web Desk

વડાપ્રધાનનો કાફલો જ્યાંથી પસાર થવાનો હોય એ રસ્તો આમ તો પહેલેથી ખાલી રખાતો હોય છે. રસ્તો કોઈ કારણોસર ખાલી ન હોય તો પણ કાફલાને નીકળવા માટે માર્ગ કરી અપાતો હોય છે. પરંતુ પંજાબમાં હાઈ-વે પરથી સડસડાટ જતા કાફલાને આજે અચાનક બ્રેક લાગી છે. કેમ કે રસ્તો જામ હતો..

વડાપ્રધાન

વડાપ્રધાનને તો સરપ્રાઈઝ થયું પરંતુ પંજાબ સરકારની સુરક્ષા એજન્સી અને ગૃહ મંત્રાલય ઉંઘતુ ઝડપાયું હતું. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે પંજાબના ખેડૂતોએ વડા પ્રધાનનો વિરોધ કરવા માટે રસ્તો બંધ કરી દીધો હતો.

વડાપ્રધાન

સામાન્ય નાગરિકો રસ્તા પર જતાં હોય અને અચાનક ટ્રાફીક જામ જોવા મળે એવો ટ્રાફીક વડા પ્રધાનના રસ્તામાં આડે આવ્યો હતો. આ સમગ્ર મુદ્દાને હવે વડા પ્રધાનની સુરક્ષામાં ખામી ગણાવીને તપાસ શરૃ કરાઈ છે. બીજી તરફ પંજાબમાં કોંગ્રેસની સરકાર હોવાથી આ મુદ્દે રાજકારણ પણ આરંભાઈ ગયુ છે.

વડાપ્રધાન

વડાપ્રધાન મોદી પંજાબના ફિરોઝપુરમાં રેલીમાં લોકોને સંબોધિત કરવાના હતા. પરંતુ વડાપ્રધાન મોદીની આ રેલી રદ કરવામાં આવી છે.પહેલા ખરાબ હમામાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેના પાછળ સુરક્ષા કારણોનો હવાલો આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદી દિલ્હી પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંબંધમાં પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ભાજપે પંજાબના મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા રદ થયા પછી પીએમ મોદીનો આ પહેલો પંજાબ પ્રવાસ હતો, જ્યારે તેઓ લોકોને સંબોધિત કરતા. આ રેલીમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ પણ સામેલ થવાના હતા.

વડાપ્રધાન

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ સવારે ભટિંડા પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પીએમને પહેલા 20 મિનિટ રાહ જોવી પડી હતી. પછી આકાશ ચોખ્ખું ન હતું તે જોઈને તેમણે ત્યાં રોડ માર્ગે જવાનું નક્કી કર્યું. લગભગ 2 કલાક જેટલો સમય લાગવાનો હતો. પંજાબ પોલીસના ડીજીપીને આ અંગે જાણ કરતાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સંમતિ લેવામાં આવી હતી.

વડાપ્રધાન

વધુમાં જણાવવામાં આવ્યું કે જ્યારે કાફલો રાષ્ટ્રીય શહિદ સ્મારકથી 30 કિલોમીટર દૂર હતા, ત્યારે રસ્તામાં એક ફ્લાયઓવર આવ્યો. ત્યા રસ્તાને પ્રદર્શનકારી દ્વારા જામ કરવામાં આવ્યું હતું. એ ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફસાયો. તેને ગૃહમંત્રાલયે પીએમની સુરક્ષામાં મોટી ચૂક ગણાવી.

મોદી

અશ્વિની શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ જઈ ત્યાની જનતાને પેકેજ (યોજનાઓની જાહેરાત) આપવા માંગતા હતા. પરંતુ તેમને ના કરવા દીથા. તેમને કાર્યક્રમ સ્થળે પહોંચવા ના દેવામાં આવ્યા. પીએમ મોદીને સુરક્ષા આપવામાં ના આવી. સીએમ ચન્નીને રાજીનામું આપવું જોઈએ.

પંજાબના ફિરોઝપુરમાં રેલી રદ થવા પર કોન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ઘણા કારણોથી વડાપ્રધાન મોદી અમારી ઉપસ્થિત ન રહી શક્યા, પરંતુ વડાપ્રધાને જણાવ્યું કે અમે આ કાર્યક્રમ રદ નથી કરી રહ્યા મોકૂફ કરી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!