GSTV
Budget 2023 General Budget 2023 ટોપ સ્ટોરી

પીએમ નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતા કહી આ મોટી વાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં 400 ટકાનો વધારો થયોઃ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા

નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સંસદમાં રજુ કરાયેલા બજેટ-2023 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. શિલ્પકારો, કારીગરો, બધા જ દેશ માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બજેટ દ્વારા દેશમાં પહેલીવાર અનેક શ્રેષ્ઠ યોજનાઓ આવી છે. આવા લોકો માટે ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટની યોજના બનાવાઈ છે. પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્માઓ માટે મોટો બદલાવ લાવશે.

મહિલાઓને આગળ વધારાશે

તેમણે વધુમાં કહ્યું કે, ગામડાઓમાં રહેનારી મહિલાઓથી લઈને શહેરી મહિલાઓ માટે સરકારે ઘણા પગલાઓ ઉઠાવ્યા છે. આવા અનેક પગલાઓને સંપૂર્ણ તાકાત સાથે આગળ વધારવામાં આવશે. ઉપરાંત મહિલાઓના સ્વ-સહાય જૂથે ભારતમાં મોટું સ્થાન મેળવી આગળ આવી રહી છે. આ જૂથોને વધુ મજબુત કરવા માટે બજેટમાં નવી પહેલ કરવામાં આવી છે. મહિલાઓ માટે એક વિશેષ બજેટ યોજના પણ શરૂ કરવામાં આવી રી છે. જનધન એકાઉન્ટ બાદ આ વિશેષ બચત યોજના મધ્યમ પરિવારની માતાઓને મોટો ફાયદો કરાવશે.

સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે ‘ખાદ્ય સંગ્રહ યોજના’

વડાપ્રધાને કહ્યું કે, ભારત સરકારે સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના બનાવી છે. સૌથી મોટી સ્ટોરેજ ક્ષમતા માટે. હવે આપણે કૃષિ ક્ષેત્રમાં ડિજીટલ પેમેન્ટને સફળતા બનવવાનું છે, જે માટે અમે આ બજેટમાં ડિજીટલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી યોજના લઈને આવ્યા છીએ.

ખેતી કરનારા આદિવાસીઓને થશે ફાયદો

તેમણે વધુમાં કહ્યું કે, અમે મિલેટ્સ માટે પણ મોટી યોજના લઈને આવ્યા છીએ. જ્યારે આ ઘર-ઘર સુધી પહોંચી રહ્યું છે, વિશ્વભરમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. સૌથી વધુ ફાયદો ભારતના ખેડૂતોને થવાનો છે, તેથી આ માટે શ્રીઅન્નની મોટી યોજના લવાઈ છે. આ યોજનાથી ખેતી સાથે સંકળાયેલા આપણા આદિવાસી ભાઈ-બહેનોને ફાયદો તશે અને દેશને આ ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે.

ટેકનોલોજી અને ન્યૂ ઈકોનોમી

તેમણે કહ્યું કે, બજેટમાં અમે ટેકનોલોજી અને ન્યૂ ઈકોનોમી પર ખુબ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ડિજિટલ ઈન્ડિયા આજે રેલ, મેટ્રો, જળમાર્ગો વગેરે જેવી જગ્યા પર છે. 2014ની સરખામણીએ આજના સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં 400 ટકાનો વધારો થયો છે. ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં યુવાનોને રોકગારી આપશે અને એક મોટા વર્ગ માટે લાભદાયી હશે.

બજેટ ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગના તમામ સપનાઓને પૂર્ણ કરશે

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, અમૃત કાળનું આ પ્રથમ બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા માટે એક મજબૂત આધારનું નિર્ણાણ કરશે. આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે. આ બજેટ આજના સમયના મહત્વકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મધ્યમ વર્ગ તમામના સપનાઓને પૂરા કરશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ.10 લાખ કરોડનું અભૂતપૂર્વ રોકાણ

વર્ષ 2014ની સરખામણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 400 ટકાની વૃદ્ધિ થઈ છે. આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ.10 લાખ કરોડનું અભૂતપૂર્વ રોકાણ થશે, જે યુવાનોને રોજગાર અને એક મોટી વસ્તી માટે આવકની તક ઉભી કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો

pratikshah

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

Padma Patel

બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી

pratikshah
GSTV