રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીર પુન:ગઠન બિલ પાસ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઠ થપથપાવીને ગૃહમંત્રી અમિત શાહની પ્રસંશા કરી છે. રાજ્યસભામાં ગૃહમંત્રીએ સવાલોનાં જવાબ આપ્યા હતા અને બાદમાં બિલને પાસ કરી દીધુ હતુ. બિલ પાસ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. કાર્યવાહી સ્થગિત થતા જ અમિત શાહ પીએમ મોદીનો હાથ પકડીને નતમસ્તક થયા હતા. ત્યારબાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી હતી.
Prime Minister Narendra Modi and Home Minister Amit Shah in Rajya Sabha after the House was adjourned. The Jammu & Kashmir Reorganisation Bill, 2019 was passed, today. #Article370 pic.twitter.com/t8zosg1fLS
— ANI (@ANI) August 5, 2019
પીએમ મોદીએ ટ્વીટ કરીને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. પીએમએ લખ્યુ, ગૃહમંત્રી અમિત શાહનું રાજ્યસભામાં ભાષણ વ્યાપક અને વ્યવહારિક હતુ. તેમણે પોતાનાં ભાષણમાં અતીતનાં અન્યાયને ઉજાગર કર્યો હતો. અને જમ્મૂ-કાશ્મીરના ભાઈ-બહેનો માટે પોતાનાં વલણને પ્રસ્તુત કર્યુ હતુ.

गृह मंत्री श्री अमित शाह जी को उत्कृष्ट भाषण के लिए बहुत बहुत बधाई.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 5, 2019
I congratulate the Home Minister Shri @AmitShah ji for his outstanding performance in Rajya Sabha.
જ્યારે પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે પણ રાજ્યસભામાં ભાષણ માટે અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યુ, ગૃહમંત્રી અમિત શાહજીને ઉત્કૃષ્ટ ભાષણ માટે બહુજ અભિનંદન.
Prime Minister Modi and Home Minister Amit Shah have earned a place in history. The clarity and determination which they have shown today proves ‘Modi hai toh Mumkin hai’. Congratulations to the entire nation.
— Arun Jaitley (@arunjaitley) August 5, 2019
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ ટ્વીટ કર્યુકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહને ઈતિહાસમાં એક જગ્યા અર્જિત કરી છે. આજે તેમણે જે સ્પષ્ટતા અને દ્રઢ સંકલ્પ દેખાડ્યો છે. તે સાબિત કરે છેકે, મોદી છે તો શક્ય છે. આખા દેશને અભિનંદન.
आज का दिन स्वर्ण अक्षरों में अंकित किया जाएगा जब भारत की एकता और अखंडता को पुनर्स्थापित करने हेतु संविधान के अनुच्छेद 370 एवं 35A को निरस्त करने का संकल्प लाकर कश्मीर को पूर्ण रूप से विकास की धारा के साथ जोड़ने का मार्ग प्रशस्त किया गया। #BharatEkHai
— Jagat Prakash Nadda (@JPNadda) August 5, 2019
જ્યારે બીજેપીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંવિધાનના આર્ટિકલ 370 અને 35A નિરસ્ત કરવા માટે ઐતિહાસિક નિર્ણય માટે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં વખાણ કર્યા છે. જેપી નડ્ડાએ કહ્યુકે, આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવશે. જ્યારે ભારતની એકતા અને અખંડતાને પુનસ્થાપિત કરવા માટે સંવિધાનના આર્ટિકલ 370 અને 35Aને નિરસ્ત કરવાનો સંકલ્પ લાવીને કાશ્મીરને પૂર્ણરૂપે વિકાસની ધારાની સાથે જોડવાનો માર્ગ ચોખ્ખો કરાયો છે.
READ ALSO
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ
- IRFC, INDIGO PAINTSનો આ સપ્તાહમાં ખુલશે IPO, જાણો મહત્વની વાતો