GSTV
India News ટોપ સ્ટોરી

ચીનને ઘેરવા રણનિતી તૈયાર: PM મોદી, રક્ષામંત્રીની અધિકારીઓ સાથેની હાઈલેવલ બેઠક પૂર્ણ

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી લદ્ધાખ સીમા પર તણાવ વધ્યો છે. સીમા પર થયેલા ઘર્ષણમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ઉચ્ચસ્તરીય બેઠકનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આજે પીએમ મોદીની ઉપસ્થિતિમાં વિદેશમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે યોજાયેલી બેઠકમાં સંપૂર્ણ રણનિતી તૈયાર કરવામાં આવી છે.

બેઠક પૂર્ણ થતા સૈન્યને તૈયારી કરવા જણાવ્યું

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી લદ્ધાખ સીમા પર ચાલી રહેલા તણાવનો મુદ્દો ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. થોડા દિવસ પહેલા સેનાએ નિવેદનમાં જાણકારી આપી હતી કે, ગલવાન ઙાટી પાસે ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહિદ થયા છે. જેમાં એક કમાંડિંગ ઓફિસરનો પણ સમાવેશ થયો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું કે, શહિદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ મામલા ઉપર સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, રક્ષામંત્રી, વિદેશમંત્રી સાથે બેઠક કરી હતી. જે પૂર્ણ થઈ છે. સૈન્યને તૈયારી કરવા માટે જાણકારી આપી દેવાઈ છે.

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV