GSTV

પીએમ બાદ સીએમને પણ અપાશે રસી : ગુજરાતમાં રૂપાણી સહિત વીવીઆઈપીને લાગશે લોટરી, મોદી સરકારે કરી આ તૈયારી

કોરોનાની રસી આપવાના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ રસી અપાશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. રસીકરણના પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને લદ્દાખ સરહદે ફરજ બજાવી રહેલા સૈનિકોને રસી આપવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. બીજા તબક્કામાં ભારતીય લશ્કરના અન્ય જવાનો, અર્ધલશ્કરી દળોના જવાનો અને 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને કોરોનાની રસી અપાશે. ગુજરાતમાં રૂપાણી સહિતના વીવીઆઈપીઓને પણ રસી આપવાની તૈયારીઓ કરાઈ છે.

ગુજરાતમાં રૂપાણી સહિતના વીવીઆઈપીઓને પણ રસી આપવાની તૈયારીઓ કરાઈ

બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ રસી અપાશે

જો કે બીજો તબક્કો ક્યારે શરૂ થશે એની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. પરંતુ બીજા તબક્કાની ગાઇડ લાઇન નક્કી કરાઇ ચૂકી હતી. આ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યોના મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો અને બીજા વીઆઇપી લોકોને રસી આપવામાં આવશે ખાસ કરીને જેમની ઉંમર 50 વર્ષથી વધુ હોય એેવા લોકોને આ તબક્કે રસી અપાશે.

બીજા તબક્કાની ગાઇડ લાઇન નક્કી કરાઇ ચૂકી

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કયા સેશનમાં કોને કઇ રસી આપવી એ રાજ્ય સરકારો નક્કી કરશે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે જ્યાં લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઝડપભેર કામ ચાલી રહ્યું હતું. દિલ્હી અને પંજાબ સહિત કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં હજુ પણ હેલ્થ વર્કર્સ રસી લેવાથી દૂર રહ્યા હતા. એવા હેલ્થ વર્કર્સને હવે કાઉન્સેલિંગ દ્વારા સમજાવાશે કે રસી લેવી જરૂરી છે. કોરોનાની રસીની સાઇડ ઇફેક્ટ એટલી બધી ગંભીર નથી એની સમજાવટ પણ ડરી રહેલા લોકોને અપાશે.

રસીની સાઇડ ઇફેક્ટ એટલી બધી ગંભીર નથી એની સમજાવટ પણ ડરી રહેલા લોકોને અપાશે

દેશમાં અત્યારે બે રસીને કાયદેસર મંજૂરી મળી છે- કોવેક્સિન અને કોવીશીલ઼્ડ. આ ઉપરાંત બીજી ચાર રસીની ટ્રાયલ ચાલી રહી હતી. એક નેઝલ (નાકથી લઇ શકાય એવી) રસીની ટ્રાયલને પણ મંજૂરી અપાઇ હતી. દરમિયાન, અગાઉની તુલનાએ હવે કોરોનાના દૈનિક કેસ તથા મૃત્યુ આંકમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો.

READ ALSO

Related posts

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

BIG NEWS: ભાગેડૂ નિરવ મોદી મામલે મોટી સફળતા, બ્રિટેનની કોર્ટે આપ્યો ચુકાદો, લાવવામાં આવશે ભારત

Pravin Makwana

ભારત બંધ/ આવતીકાલે 8 કરોડ વેપારીઓ જોડાશે હડતાળમાં : બજારો બંધ રાખી કરશે ચક્કાજામ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!