GSTV

BIHAR ELECTION / PM મોદી સાથે મુખ્ય પ્રધાન નિતીશ કુમાર અને રાહુલ ગાંધી સાથે તેજસ્વી યાદવની આજે ઝંઝવાતી ચૂંટણી રેલી- જામ્યો રસાકસીનો જંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીના શુક્રવારે વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર માટે ઉતરવાની સાથે બિહારમાં રાજકીય તાપમાન વધવાની આશા છે. બંન્ને નેતા રાજ્યમાં પોત-પોતાના ગઠબંધન માટે રેલીઓ કરશે. પ્રધાનમંત્રી મોદી વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોમાં 28 ઓક્ટોબરના પ્રથમ તબક્કાના મતદાન માટે ડેહરી ઓન સોન (રોહતાસ જિલ્લા), ગયા અને ભાગલપુરમાં ત્રણ રેલીઓમાં એનડીએના ઉમેદવારો માટે સમર્થન માગશે.

પ્રધાનમંત્રી મોદી વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોમાં 28 ઓક્ટોબરના પ્રથમ તબક્કાના મતદાન માટે ડેહરી ઓન સોન (રોહતાસ જિલ્લા), ગયા

ભાજપના સૂત્રો પ્રમાણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ડેહરી અને ભાગલપુરમાં રેલીઓ દરમિયાન પીએમ મોદી સાથે રહેશે. ગયામાં મોદીની સાથે જેડીયૂ નેતા રાજીવ રંજન સિંહ લલન અને પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝી મંચ પર હાજર રહેશે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ શુક્રવારે બિહારમાં પ્રચાર કરશે. તેઓ નવાદાના હિસુઆ અને ભાગલપુરના કહલગાંવમાં બે રેલીઓને સંબોધિત કરશે. કોંગ્રેસ અને RJD નાં સૂત્રોએ જણાવ્યું કે, મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ હિસુઆમાં રાહુલ ગાંધીની સાથે રહેશે.

કોંગ્રેસ અને RJD નાં સૂત્રોએ જણાવ્યું કે, મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર

તમને જણાવી દઈએ કે હિસુઆમાં કોંગ્રેસ ઉમેદવાર નીતૂ સિંહનો મુકાબલો ભાજપના વર્તમાન ધારાસભ્ય અનિલ સિંહ સામે છે. કહલગાંવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે શક્તિસિંહ ગોહિલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા રહેશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને બિહાર ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જારી કર્યું, જેમાં લોકોને કોવિડ-19ની રસી ફ્રીમાં આપવાનું વચન આપ્યું છે. જયદૂ પ્રમુખ નીતીશ કુમાર દરરોજ ચાર-પાંચ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે તેઓ ડિજિટલ રેલીઓનો પણ સહારો લઈ રહ્યા છે.

વિપક્ષી જૂથમાં રાજદ નેતા તેજસ્વી યાદવ પોતાના પિતા લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચૂંટણી મેદાનમાં છે. તેજસ્વી દરરોજ આઠ-નવ રેલીઓને સંબોધિત કરી પોતાની પાર્ટી અને કોંગ્રેસ તથા ગઠબંધનના અન્ય પક્ષો માટે સમર્થન માગી રહ્યા છે. પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીની એન્ટ્રી સાથે રાજ્યના રાજકીય તાપમાનમાં ચોક્કસથી વધારો થવાનો છે.

READ ALSO

Related posts

કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય

Karan

ફોઈએ પાડ્યું નામ કમલમ અમે તો નામે હતા ડ્રેગન, અમદાવાદનું નામ વર્ષો પછીય કર્ણાવતી થયું નથી પણ….

pratik shah

શું છે IRCTC Rupay SBI card ? રેલવે ટિકિટ પે મેળવી શકો છો 10% સુધી વેલ્યુબેક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!