દેશમાં કોરોનાના કેસ ફરી વધવા માંડતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. બુધવારે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠક પછી નવેસરથી કોરોનાનાં નિયંત્રણો આવવાની શક્યતા છે. નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાના છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ હાજર રહીને પ્રેઝન્ટેશન આપશે. કોરોનાના દૈનિક કેસોએ ૨૫૦૦નો આંકડો પાર કરતાં ફરી સરકારની ચિંતા વધી છે. સૂત્રોના મતે, આ વખતે સ્થિતી કાબૂ બહાર ના જાય એટલે મોદી સરકાર કોરોનાને ઉગતો જ ડામી દેવા માગે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાના ૨૫૨૭ નવા નોંધાયા છે. સળંગ ત્રીજા દિવસે કોરોનાના કેસ ૨૫૦૦થી વધારે નોંધાયા છે. કોરોનાના કારણે ૩૩ લોકોનાં મોત પણ થયાં તેથી સરકાર ચિંતામાં છે. સરકારને સૌથી વધારે ચિંતા રાજધાની દિલ્હીની છ કેમ કે દિલ્હીમાં શનિવારે જ ૪.૮૨ ટકાના પોઝિટિવિટી રેટ સાથે કોરોનાના ૧૦૯૪ નવા કેસ નોંધાયા છે. શનિવારે સંક્રમણના કારણે બે લોકોના મોત પણ થયાં છે.
Read Also
- જીડીપી વૃદ્ધિ અપેક્ષા કરતા સારી, માર્ચ ક્વાર્ટરમાં 6.1% વૃદ્ધિ: ભારત ચીનથી આગળ નીકળી ગયું
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય