મસૂદ વૈશ્વિક આતંકી જાહેર ન થતા દેશ દુ:ખી અને રાહુલ ઉજવણીના મૂડમાં! : રવિશંકર પ્રસાદ

સંયુક્ત રાષ્ટ્રમાં સતત ચોથી વખત ચીને અડચણો ઉભી કરીને આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થતો બચાવી લીધો હતો. જેને પગલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નિતિની નિષ્ફળતાઓ ગણાવી હતી અને કહ્યું હતું કે મોદી જિનપિંગ સાથે ઝુલે ઝુલે છે જ્યારે જિનપિંગ આતંકી મસૂદને બચાવે છે. આ અંગે બાદમાં વળતો પ્રહાર કરતા ભાજપે એવો દાવો કર્યો હતો કે મસૂદને આતંકી જાહેર ન કરી શક્યા જેને પગલે દેશ દુ:ખી છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી ઉજવણીના મૂડમાં છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે જ્યારે મસૂદ અઝહર આતંકી જાહેર ન થતા સમગ્ર દેશ દુ:ખી છે ત્યારે રાહુલ ગાંધી કેમ ઉજવણીના મૂડમાં છે? રવિ શંકર પ્રસાદે દાવો કર્યો હતો કે ચીને મસૂદ અઝહરને આતંકી જાહેર થવામાં અડચણ ઉભી કરી છે પણ બીજી તરફ વિશ્વના મોટા ભાગના દેશો ભારતની સાથે આવી ગયા છે જે આપણી કુટનીતીની જીત છે. રાહુલ ગાધી પણ ચીનના અધિકારીઓને મળી ચુક્યા છે, જો રાહુલ અને ચીનના સંબંધો આટલા સારા હોય તો તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવામાં ચીન મદદ કરે તેવી અપીલ કરવી જોઇએ. 

પ્રસાદે જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઇ જારી જ રહેશે, અને આ રીતે વિદેશ નીતીઓ ટ્વિટર પર ન ચલાવી શકાય. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જવાબ આપ્યો હોવાથી મંત્રીએ આ ટોણો માર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી જિનપિંગને ગળે લાગે, તેની સામે ઝુકે, તેની સાથે ઝુલે ઝુલે અને બીજી તરફ ચીન અનેક લોકોના હત્યારા મસૂદ અઝહરને બચાવે.

આ મામલે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ કેન્દ્ર સરકારનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ખોટી નિતિઓને કારણે મસૂદ અઝહરને ભારત આતંકી જાહેર ન કરાવી શક્યું. જેટલીએ દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરીષદના સભ્ય પદે ચીનનું નેહરુએ સમર્થન કર્યુ હતું, કાશ્મીર અને ચીન બન્ને મુદ્દે નેહરુની નિતિ નિષ્ફળ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter