GSTV
Home » News » મોદી પર ફિદા ચીની મીડીયા , જણાવ્યું નહેરૂથી પણ વધારે લોકપ્રિય

મોદી પર ફિદા ચીની મીડીયા , જણાવ્યું નહેરૂથી પણ વધારે લોકપ્રિય

india petrol sanctions

ચીનના મીડિયાએ ભારતીય વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે. ચીની મીડિયા કહે છે કે વડાપ્રધાન મોદીએ તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત-ચીન સંબંધો માટે એક નવું પરિમાણ આપ્યું છે. ચીની મીડિયાએ આશા વ્યક્ત કરી છે કે આગળ કોઈપણ સરકાર બને પણ ભારત સાથે આવા મજબૂત સંબંધો રહેશે. ચીનમાં લોકપ્રિયતાના સંદર્ભમાં ચીની મીડિયાએ નેહરુથી પણ આગળ વડા પ્રધાન મોદીને ગણાવ્યા છે.

ચાઇનાના ગ્લોબલ ટાઇમ્સના સત્તાવાર અખબારમાં એક સંપાદકીય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કૉંગ્રેસ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તે કહેવું મુશ્કેલ છે કે આ વખતે ભાજપ અગાઉ જેમ બહુમતી મેળવશે કે નહીં. પરંતુ રાજદ્વારીના મામલે , મોદીએ પાછળનાં વર્ષમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત કર્યું છે. ‘

અખબારમાં કહેવાયું છે કે ચીનનો સમાજ જે અગાઉ ભારત પ્રત્યે ઓછો રસ ધરાવતી હતી. પંરતું મોદીની લોકપ્રિયતા અને પહેલાનાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સહિતના કોઈપણ ભારતીય નેતા કરતાં ઘણો વધારે હતો. ત્યારે ઘણાં ઉતાર ચઢાવ પછી છેલ્લાં પાંચ વર્ષથી બેઇજિંગ અને નવી દિલ્હીના સંબંધોમાં ભારે વિકાસ થયો છે.

આ લેખમાં એવું કહેવામાં આવ્યું છે કે 2014 ની ચૂંટણીમાં મોદીએ ચીની મીડિયામાં વ્યાપક કવરેજ મેળવ્યું હતું. વડાપ્રધાન બન્યા પછી,મોદીએ ચીની સોશિયલ મીડિયામાં એક ખાતું ખોલાવ્યું અને ચીનના નેટીજન સાથે સીધા જ જોડાયા હતા. આ કારણે, ચીનમાં તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. મોદીના કારણે, ચીની મીડિયાએ ભારતના કવરેજમાં વધારો કર્યો છે, અને હવે ચીની સમાજ આ પાડોશી દેશ પર ખૂબ ધ્યાન આપે છે.

નોંધપાત્ર રીતે વડા પ્રધાન મોદીએ સત્તાવાર રીતે ચાઇનાની એક વખત મુલાકાત લીધી છે, પરંતુ તેઓ અનેક પરિષદોમાં હાજરી આપવા માટે ઘણી વખત ચીન ગયા હતા. જ્યારે વડા પ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સારા સંબંધો બનાવ્યા છે. અને બંને દેશો વચ્ચેના સંબધો તેમના કાર્યકાળ દરમિયાન મજબૂત રહ્યા છે. તેમનાં સમાચારપત્રે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને જાપાનના વાંધા છતાં, ભારત એશિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં જોડાયું હતું, જે ચીનના પહેલ પર શરૂ થયું હતું.

READ ALSO

Related posts

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari

ટ્રમ્પની છે આ ખાસમખાસ, વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ ધરાવે છે દબદબો

Mansi Patel

કોણ છે એ બે ખાસ સભ્યો જે ટ્રમ્પ સાથે ભારતની મુલાકાતે આવવાના છે ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!