GSTV
Home » News » PM મોદી આ બેઠક પરથી લડી શકે છે લોકસભા, આ છે સ્ટ્રોન્ગ કારણો

PM મોદી આ બેઠક પરથી લડી શકે છે લોકસભા, આ છે સ્ટ્રોન્ગ કારણો

2019ની લોકસભાની ચૂંટણીના હવે થોડા જ મહિના બચ્યાં છે. પીએમ મોદીના આ વખતના લોકસભા ચૂંટણી ક્ષેત્રને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચા જોરો પર ચાલી રહી છે. ચર્ચા મુજબ પીએમ મોદી આ વખતે વારણસીને બદલે ઓડિસાના પુરીથી ચૂંટણી લડશે. જોકે પીએમ મોદીએ આ મુદ્દાને ફગાવીને તેને મીડિયાની ઉપજાઉ વાત હોવાનું કહ્યું હતું. પરંતુ આ ચર્ચાને ફરી એક વખત બળ મળ્યું છે. જ્યારે ઓડિશા ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો કે પીએમ મોદી પુરીથી સંસદીય બેઠક લડશે.

પીએમ મોદી 2014માં ઉત્તરપ્રદેશના વારાણસી અને ગુજરાતના વડોદરા એમ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમણે વડોદરા બેઠક છોડી દઈને વારાણસીને પોતાનો સંસદીય મતક્ષેત્ર અપનાવ્યો હતો. પરંતુ આ વખત તેઓ લોકસભા વારાણસીથી જ લડશે કે પછી બીજી કોઈ બેઠક પરથી તે મુદ્દો હાલ ચર્ચામાં છે. ચર્ચા એવી ચાલી રહી છે કે પીએમ મોદી આ વખતે ઓડિશામાં પુરી બેઠક પરથી લોકસબાની ચૂંટણી લડશે.

આ ચર્ચા પાછળ બે તર્ક અપાઈ રહ્યાં છે. પહેલો તર્ક એ છે કે, ઉત્તર ભારતમાં જનાધાર સરકવાની આશંકા વચ્ચે ભાજપ પૂર્વી ભારતમાં પોતાની રણનીતિ પર કામ કરી રહી છે. એ મુજબ પીએમ મોદીને પુરીથી ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેનાથી ઓડિશામાં ભાજપની ચૂંટણી સંભાવનાઓ મજબૂત થશે. બીજો તર્ક એ છે કે વારાણસીમાં પીએમ મોદીને ઘેરવા માટે અખિલેશ, માયાવતી સહિત તમામ વિપક્ષી દળ સાથે હોવાના સંકેત બાદ ભાજપને લાગી રહ્યું છે કે મતદારો ઓછા થશે તો પીએમની પ્રતિષ્ઠા જોખમાઈ શકે છે.. તેને જોતા પીએમ મોદીના સંસદીય ક્ષેત્રને લઈને ભાજપ પ્લાન-બી પર કામ કરી રહ્યો છે.

આ ચર્ચાઓ વચ્ચે એ પણ મહત્વનો સવાલ છે કે શું ખરેખર વારાણસી લોકસભા બેઠકને લઈને પીએમ મોદી સામે વિપક્ષી દળોની ઘેરાબંધી વધુ શક્તિશાળી છે.? શું મહાગઠબંધનના ચક્રવ્યુહને તોડવું અશક્ય છે.? શું ચૂંટણી ગણિત પ્રમાણે ભાજપની સ્થિતિ આ વખતે લાચાર છે.? આ સવાલોના જવાબ માટે વારાણસીના ચૂંટણી ઈતિહાસને પણ જોવું જરૂરી છે. ઈતિહાસ જોતા પહેલી નજરમાં એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે વારાણસી લોકસભા બેઠક હંમેશા ભાજપના વર્ચસ્વવાળી બેઠક છે.

વર્ષ 1991ની હિંદુ લહેર બાદથી એક ચૂંટણીને છોડીને વારાણસી સંસદીય બેઠક હંમેશા ભાજપ પાસે રહી છે. માત્ર વર્ષ 2004માં બીન ભાજપ ઉમેદવાર આ બેઠક જીતી શક્યો હતો. વારણસીને બદલે ઓડિસાના પુરીથી ચૂંટણી લડવાની વાતને પીએમ મોદીએ ભલે ફગાવીને તેને મીડિયાની ઉપજ હોવાનું કહ્યું હોય. પણ રાજકીય પંડિતોને આ વખતે પીએમ મોદી વારાણસીથી જ ચૂંટણી લડે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે.

Related posts

ચૂંટણીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આચારસંહિતા લાગુ

Mayur

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની ચાર બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયુ : ગુજરાતની સાતમાંથી ચાર બેઠક પર આ તારીખે મતદાન અને પરિણામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!