GSTV
Home » News » પીએમ મોદીએ કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાને કહ્યા ‘નાઈટ વોચમેન’

પીએમ મોદીએ કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાને કહ્યા ‘નાઈટ વોચમેન’

pm modi

લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ દરરોજ જુદા જુદા સ્થળોએ સભાઓ ગજવીને ધૂઆંધાર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પણ સભાને સંબોધી હતી. જેમાં તેમણે યુપીએ સરકારના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને નાઈટ વોચમેન ગણાવ્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે તેમને દેશની જરા પણ ચિંતા ન હતી પરંતુ ખુરશીની ચિંતા હતી છે. જેના કારણે દેશ તબાહી અને બરબાદી તરફ ચાલ્યો ગયો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે, 2004માં રાજકુમારને તાલીમ આપવામાં જ દેશના 10 વર્ષ બરબાદ થઈ ગયા. નરેન્દ્ર મોદીએ 2004ની લોકસભાની ચૂંટણીઓના પરિણામો તરફ ઈશારો કરતા કહ્યું કે, કોંગ્રેસે એક પીએમ ઇન વેટિંગની સમજદાર બનવાની રાહ જોવામાં 10 વર્ષ સુધી એક એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર બનાવી રાખ્યા હતા.

નરેન્દ્ર મોદીએ ક્રિકેટની રમતનો અને 2004ની ચૂંટણી પરિણામો પછીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “ક્રિકેટની રમતમાં દિવસ પૂર્ણ થવાના સમયે જો કોઈ આઉટ થાય તો નાઇટ વોચમેનને મોકલવામાં આવે છે. એવું જ કોંગ્રેસે કર્યું છે. મોદીએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું, 2004માં રાજકુમાર તૈયાર થાય ત્યા સુધી પરિવારના વિશ્વાસુને નાઈટ વોચમેન તરીકે બેસાડવાની યોજના બની અને તેમણે વિચાર્યું કે રાજકુમાર આજે શીખસે, કાલે શીખશે, બધા રાહ જોતા રહ્યા, બધાએ તાલીમ પણ આપી પરંતુ બધુ બેકાર ગયું અને આ કોશીશમાં દેશના 10 વર્ષ બરબાદ થઈ ગયા.

READ ALSO

Related posts

મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

Riyaz Parmar

નફ્ફટ પાકિસ્તાન: છેલ્લા 7 વર્ષમાં 5 હજાર વખત કર્યુ ફાયરિંગ, ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો

Riyaz Parmar

વાહ રે ચૂંટણીપંચ : ભાજપનો દબદબો છે તે 4 બેઠકોની જ ગુજરાતમાં જાહેર થઈ ચૂંટણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!