GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

PM મોદી

કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈના પ્રયત્નમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) દરેક રાજનૈતિક પાર્ટીઓ અને સમાજના દરેક વર્ગને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના હેઠળ મોદીએ રવિવારે દેશના બધા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી. તે ઉપરાંત તેમણે મહત્વના રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી. પીએમઓ સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી. ત્યાર બાદ તેમણે પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાત કરી.

વિપક્ષના નેતાઓને PM મોદીએ લગાવ્યો ફોન

પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્મિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બીજૂ જનતા દળ સુપ્રીમો અને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને તેલંગાણાના સીએમ કેસીઆર સાથે પણ ફોન પર વાત કરી. તેમણે અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલને પણ ફોન કર્યો હતો.  

PM મોદીએ જણાવ્યું કે કોઈ સૂચન હોય તો જરૂર જણાવજો

જાણકારી અનુસાર, પીએમ મોદીએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું અને કહ્યું કે તેમની પાસે કોઈ સારો રસ્તો હોય તો જરૂરથી શેર કરે. 8 એપ્રિલે તે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વધુ એક મિટિંગ કરવા જઈ રહ્યા છે.

Read Also

Related posts

કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા લોકો, રાજકોટવાસીઓએ આપી આ મામલે પ્રતિક્રિયા

pratik shah

એક ફેક્ટરીમાં 20 કરોડ વેક્સીનનું ઉત્પાદન કરશે આ દેશ, આ 4 દેશોમાં થશે સૌથી પહેલા ટ્રાયલ

Arohi

પ્રકાશ કાનાણીએ સમગ્ર મામલે યોજી પત્રકાર પરિષદ, કર્યા ખુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!