GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોના સામે લડવા પીએમ મોદીએ આ દિગ્ગજ નેતા સાથે મીલાવ્યો હાથ

મોદી

કોરોના વાયરસના સંક્રમણ સામે આખું વિશ્વ લડી રહ્યું છે. કોરોના વાયરસથી આખા વિશ્વમાં હાહાકાર છે. નવા અપડેટ મુજબ વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક પણ 11.39 લાખ પહોંચી ગયો છે. વિશ્વમાં કોરોનાને કારણે 61 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો 2.36 લાખ લોકોએ રોગથી મુક્ત પણ થયા છે.

બંને નેતાઓ COVID -19 સામે લડવા સંમત થયા

કોરોના સંક્રમણ સામે લડવા દરેક દેશના વડાઓ એકબીજાની પડખે ઉભા રહી હૂંફ આપી શકે છે. સંયુક્ત સહકાર સાથે કોરોના સામે લડવા માટે દુનિયાના મોટા દેશો ભારત અને અમેરિકા હવે સાથે મળીને કામ કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ સાથે કોરોના વાયરસને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. અને બંને નેતાઓ COVID -19 સામે લડવા સંમત થયા છે. ભારત અને અમેરિકાની સંપૂર્ણ ભાગીદારી સાથે કોરોના સામે તાકાતથી લડવાની તૈયારીઓ બતાવી હતી. આ બાબતની જાણકારી વડાપ્રધાન નરેદ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

અમેરિકામાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ

કોરોના સંક્રમણ અમેરિકામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકામાં કોરોનાને કારણે 2.78 લાખ લોકો સંક્રમિત થયા છે. તો મૃત્યુ આંક પણ વધીને 7,406 થઈ ગયો છે. કોરોના સંક્રમણ વચ્ચે 12283 લોકોનેરિકવર પણ થયું છે. હજુ પણ કોરોના સંક્રમિતોના કુલ એક્ટિવ કેસ 2.58 લાખ જેટલા છે. ભારતમાં પણ છેલ્લા અઠવાડિયામાં વધી ગયા ત્રણ ગણા કેસ ભારતમાં પણ કોરોનાનો છેલ્લા અઠવાડિયામાં કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા અઠવાડિયામાં જ કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ ગણી વધી છે. કોરોના સંક્રમિતોનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 3,482 પહોંચી ગઈ

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,482 પહોંચી ગઈ છે. તો મૃત્યુ આંક પણ 91 પહોંચી ગયો છે. ભારતમાં કોરોનાને હરાવવામાં 260 લોકો સફળ પણ રહ્યા છે. હજુ પણ ભારતમાં 3131 કેસ સક્રિય છે. કોરોનાને હટાવવા માટે અનેક વૈજ્ઞાનિક સંશોધન થઈ રહ્યા છે. આધુનિક ઢબે કોરોનાને હટાવવા માટે હવે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે. ભારતમાં કોરોના સંક્રમણ અટકાવવા મોદી સરકારે 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન પણ કર્યું છે.

READ ALSO

Related posts

ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ, ગમે તે સમયે લેન્ડ કરી શકે છે ફ્લાઇટ

Bansari

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશો પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi

બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માગ ફગાવાઇ, સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!