GSTV
Gujarat Government Advertisement

પોલિટિક્સ/ મોદી સરકારની કેબિનેટમાં ફેરબદલની તૈયારીઓ : મોદી અને અમિત શાહ સાથે જેપી નડ્ડાની ટોપલેવલની બેઠક, મંત્રીઓ કપાશે

politics

Last Updated on June 11, 2021 by Harshad Patel

બંગાળમાં મળેલી હાર અને ઉત્તર પ્રદેશમાં થનારા ચૂંટણીને મધ્ય નજર રાખીને કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલીની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રો મુજબ કેબિનેટમાં ફેરબદલી થવાની નક્કી છે. સૂત્રો મુજબ પીએમ મોદી નાના નાના ગ્રૂપમાં મંત્રીઓ સાથે મુલાકાત કરીરહ્યા છે. તેમના સંબંધિત મંત્રાલયોની સમીક્ષા પણ કરી રહ્યા છે. આજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, અને અમિત શાહ પણ પીએમ સાથે બેઠકમાં સાથે રહેશે.

આવતી કાલે આ નેતાઓના મંત્રાલયોની કરશે સમીક્ષા

શનિવારે ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, ગજેન્દ્રસિંહ શેખાવત, મહેન્દ્રનાથ પાંડે, હરદીપ પૂરી સાથે તેમના સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે. આ પહેલા વિકે સીંહ અને અન્ય મંત્રીઓ પણ પીએમ સાથે સમીક્ષા બેઠક કરી ચૂક્યા છે.

યોગી સાથે પણ મુલાકાત કરી યુપીની સમીક્ષા કરી

આ પહેલા યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ શુક્રવારે 11 વાગ્યે પીએમ મોદી સાથે બેઠક કરી. બંને નેતાઓ વચ્ચે લગભગ સવા કલાક સુધી બેઠક ચાલી. પીએમ મોદી મુલાકાત બાદ યુપી સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું હતું. યોગીએ જણાવ્યું કે, આજે પીએમ મોદી સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ અને માર્ગદર્શન પ્રાપ્તિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પોતાની વ્યસ્ત દિનચર્યા વચ્ચે સમય અને આત્મીય માર્ગદર્શન માટે પ્રધાનમંત્રીનો હૃદયપૂર્વક આભાર

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!