GSTV

2023માં પૂરો નહી થાય પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ, 2028 સુધી મુદત લંબાવાતા ખેડૂત સમાજનો વિરોધ

મોદી

Last Updated on September 6, 2020 by Bansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને લઇને ખેડુતો દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે,તે વિરોધને લઇને જે પ્રોજેકટ ૨૦૨૩ માં પૂર્ણ થવાનો હતો. તે પ્રોજેકટની મુદત લંબાવીને ૨૦૨૮ માં પૂર્ણ કરવાની જાહેરાતને લઇને આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સોમવારે ખેડુત સમાજ દ્વારા કામરેજ ના ઘલુડી ખાતે એક બેઠકનું આયોજન કરાયુ છે.

આ મહત્વના મુદ્દાઓ પર ખેડૂતોએ કર્યો મોદીના આ પ્રોજેક્ટનો વિરોધ

મુંબઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે જાપાની કંપની સાથે સરકારે કરાર કર્યો હતો. પરંતુ જમીન સંપાદનની કામગીરી, ખેડુતોના વળતર, પર્યાવરણ જેવા મહત્વના મુદ્વાઓને લઇને ખેડુતોએ વિરોધ કર્યો હતો. લડત પણ ચલાવાઇ હતી. જેને લઇને જાપાનની ઝીંકા કંપનીએ ખેડુતોની મુલાકાત પણ લીધી હતી. સદર પ્રોજેકટથી ખેડુતોની આજીવિકા પર સીધી અસર અંગે રજુઆતો થઇ હતી. આ તમામ રજુઆતોને લઇને દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ રમેશ પટેલ જણાવે છે કે ખેડુતોની લડતના પગલે જ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ જે ૨૦૨૩ માં પૂર્ણ થવાનો હતો. તે હવે મુદત લંબાવીને સને ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઇ છે.

આમ સમ્રગ કામગીરીના પાયામાં જ ખામી હોવાના કારણે થઇ રહેલો વિલંબ એ દર્શાવે છે કે વડાપ્રધાનનો બુલેટ ટ્રેનનો પ્રોજેકટ એ કાયમી ડ્રીમ પ્રોજેકટ બની રહે તો નવાઇ નહીં ? આ જાહેરાત બાદ અસરગ્રસ્ત ખેડુતો સાથે ચર્ચા વિચારણા કરવા માટે સોમવારે સવારે ૧૦ વાગ્યે કામરેજના ઘલુડી ખાતે ખેડુત સમાજ દ્વારા એક બેઠકનુ આયોજન કરાયુ છે. જેમા લડતની રણનીતિ નક્કી કરાશે.

Read Also

Related posts

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!