GSTV
Home » News » એવું શું થયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈને પોલીસ સ્ટેશને ધરણા પર બેસવું પડ્યું ?

એવું શું થયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈને પોલીસ સ્ટેશને ધરણા પર બેસવું પડ્યું ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે જયપૂર ખાતે આવેલા એક પોલીસ સ્ટેશન આગળ ધરણા પર બેસી ગયા હતા. એક પોલીસકર્મી દ્રારા બતાવવામાં આવ્યું કે, તેઓ પોતાની સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મીઓ માટે અલગ ગાડીની માગ કરી રહ્યા હતા. જેના પરિણામે એક કલાક સુધી પોલીસ સ્ટેશન પર નાયકિય ઘટનાક્રમ ચાલ્યો હતો.

પોલીસનું કહેવું છે કે જયપૂર-અજમેર નેશનલ હાઈવે પર બાગરૂ પોલીસ સ્ટેશનમાં તેઓ એક કલાક સુધી ધરણા પર બેસી ગયા હતા. આ અંગે જયપૂર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે સમાચાર એજન્સીઓને જણાવ્યું કે, તેમની સાથે જવા માટે બાગરૂ પોલીસ સ્ટેશનના બે સુરક્ષાકર્મીઓ તૈયાર હતા. નિયમો પ્રમાણે સુરક્ષાકર્મીઓને તેમની સાથે તેમની જ ગાડીમાં જવાનું હતું. તેઓ એસ્કોર્ટની માગ કરી રહ્યા હતા, જેના પાત્ર તેઓ નથી. અમારી પાસે બે પીએસઓ ઉપલબ્ધ કરાવવાના આદેશ હતા. જે પહેલાથી જ બગરૂ પોલીસ સ્ટેશનમાં હાજર હતી. પણ મોદી તેમને તેમના વાહનમાં લઈ જવા માટે તૈયાર નહોતા. તેઓ અલગ ગાડીની માગણી કરી રહ્યા હતા.

આ સાથે જ વધુમાં આનંદ શ્રીવાસ્તવે કહ્યું કે, અમે તેમને બે પીએસઓ દેવા સંબંધી આદેશ આપવામાં આવ્યા હતા. પીએસઓ તેમની સાથે તેમના જ વાહનમાં જવાના હતા. પણ મોદી તેમના માટે તૈયાર નહોતા. અધિકારી દ્રારા કહેવામાં આવ્યું કે, આખરે તેઓ માની ગયા અને નિયમ પ્રમાણે તેમને બે પીએસઓ આપવામાં આવ્યા. આ આખો નાટકિય ઘટનાક્રમ એક કલાક સુધી ચાલ્યો હતો, જેનાથી પોલીસને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!