GSTV

મોદી ભાજપના સદાબહાર નેતા તરીકે ઓળખાશે, જો આ થયું તો આ 3 નેતાઓની હરોળમાં આવી જશે

મોદી

Last Updated on September 17, 2020 by Bansari

નરેન્દ્ર મોદી આવતી કાલે ગુરૂવારે સિત્તેર વર્ષ પૂરા કરીને પોતાનો જન્મદિન મનાવવાના છે. ભાજપના કાર્યકરોએ મોદીના જન્મદિનની ઉજવણી સેવા સપ્તાહ તરીકે શરૂ કરી દીધી છે ત્યારે બીજી તરફ ભાજપના મુખ્યાલયમાં મોદીના જીવન અંગે એક કાયમી પ્રદર્શન ઉભું કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

મોદીની જીવન સફરનું પ્રદર્શન

ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યોનાં મુખ્યાલય પર મોદીની જીવન સફરનું પ્રદર્શન તસવીરો તથા લખાણ દ્વારા પ્રદર્શન થઈ રહ્યું છે. છેલ્લાં ઘણાં વરસોથી ભાજપ દ્વારા આ રીતે પ્રદર્શન યોજાય છે. ભાજપના નેતાઓ દ્વારા આ પ્રદર્શનને કાયમી રીતે મુખ્યાલયમાં રાખવાની દરખાસ્ત મૂકાઈ હતી. મોદીએ તેને મંજૂરી આપતાં બહુ જલદી તેના પર કામ શરૂ થશે.

આ નેતાઓની જીવન સફરનું પણ થશે પ્રદર્શન

મોદીએ ઓછી જગા રોકાય એટલા માટે આ પ્રદર્શનને ઓડિયો વિઝયુઅલ બનાવવાનું સૂચન કર્યું હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે. પોતાની સાથે શ્યામાપ્રસાદ મુખરજી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની જીવન સફરને પણ ઓડિયો વિઝયુઅલ પ્રદર્શન તરીકે રજૂ કરવાનું પણ મોદીનું સૂચન છે. મોદીના હવે પછીના જન્મદિને મોદી જ તેનું ઉદઘાટન કરે તેવી યોજના છે.

Read Also

Related posts

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!