GSTV

મોદીના જન્મદિવસની ઉજવણી: ભાજપ સેવાના નામે તાયફા કરશે, કોંગ્રેસ ગટર સાફ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે કચ્છમાં ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. ભુજ શહેરમાં ઠેરઠેર ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે સેવા સપ્તાહના ભાગરૂપે ભાજપના નેતાઓ ભુજમાં ગટરની સફાઈ કરે એ જરૂરી છે.

ભુજના રેલવે સ્ટેશન પાસે વર્ષોથી ગટરો ઉભરાઈ રહી છે, જેનો કોઈ નિવેડો આવ્યો નથી. આ વિસ્તાર ભુજનો મુખ્ય વિસ્તાર છે, જ્યાં ગટર સમસ્યાનો ઉકેલ આવે તો શહેર આખામાં ગટરની સમસ્યાનો હલ આવે તેમ છે, પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી. ત્યારે આજે ભુજ નગરપાલિકાના આ વિસ્તારના નગરસેવકો અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રેલવે સ્ટેશન પાસે બેનરો સાથે વિરોધ દર્શાવાયો હતો. અહીં ગટરની ઉભરાતી સમસ્યાનો ઉકેલ આવે એ જરૂરી છે જાડેજાએ જણાવ્યું કે, ભાજપ સેવા સપ્તાહના નામે તાયફા કરે છે, જો ખરી સેવા કરવી હોય તો આ વિસ્તારમાં સફાઈ થવી જરૂરી છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!