GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન સાથે આજે પીએમ મોદીની શિખર વાર્તા, થઇ શકે છે આ મહત્વનો કરાર

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે એક વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટ યોજવા જઈ રહ્યા છે. આ સમિટમાં રાજદ્વારીથી લઈને અર્થતંત્ર સુધીના તમામ મુદ્દે સંબંધો મજબૂત કરવા વાત થઈ શકે છે. કોરોના બાદ જે રીતે સમગ્ર વિશ્વનું ધ્રુવ બદલાઈ રહ્યું છે તે જોતા આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખૂબ જ મજબૂતી આવશે.

આ ભારત સાથેની કોઈ દેશની પ્રથમ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય વાર્તા છે. જોકે ઓસ્ટ્રેલિયાએ ગત માર્ચ મહીનામાં સિંગાપુર સાથે આ પ્રકારે એક સમિટ કરેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને લોકતાંત્રિક દેશો વચ્ચે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે આંતરિક સમઝણમાં વધારો થયેલો છે. આ બંને દેશો હિંદ અને પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત અને સંપન્નતા વધારનારૂં વલણ અપનાવવા ઈચ્છે છે.

વધી રહ્યા છે આર્થિક સંબંધો

બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધો પણ સતત મજબૂત બની રહ્યા છે. 2018-19માં બંને દેશો વચ્ચે 20.92 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 5.17 અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ નિકાસ કરી હતી અને ત્યાંથી 15.75 અબજ ડોલરની વસ્તુઓ, સેવાઓની આયાત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આશરે 10.74 અબજ ડોલરનું રોકાણ કરેલું છે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયામાં 10.45 અબજ ડોલરનું રોકાણ કરેલું છે.

ઓસ્ટ્રેલિયાના પેશન ફંડે ભારતના ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં આશરે 1 અબજ ડોલરનું રોકાણ કરેલું છે અને બંને દેશો વચ્ચે પરસ્પર વેપાર અને રોકાણ વધવાની ઘણી શક્યતાઓ છે. ઓસ્ટ્રેલિયામાં ખનીજો અને ખાસ કરીને રેર મિનરલ્સનો ભારે મોટો ભંડાર છે. બંને દેશો મહત્વપૂર્ણ મિનરલ્સ ક્ષેત્રે સહયોગ વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોના બાદ બદલાતા ધ્રુવ

કોરોના બાદ વિશ્વના અન્ય દેશો ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે ભારત ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. રેર મિનરલ્સ ક્ષેત્રે ભારત ઓસ્ટ્રેલિયા તરફથી ઘણું બધું હાંસલ કરવાની આશા રાખી શકે છે. પહેલેથી જ ઓસ્ટ્રેલિયામાંથી ભારે પ્રમાણમાં કોલસો ભારતમાં ઠલવાઈ રહ્યો છે.

આટલી વસ્તુઓની થાય છે આયાત-નિકાસ

ઓસ્ટ્રેલિયામાં ભારતની અદાણી જેવી કંપનીઓનું ભારે મોટું રોકાણ છે. ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાયર સ્ટડીઝ માટે ઓસ્ટ્રેલિયા જાય છે. ઓસ્ટ્રેલિયાને ભારતના એવિએશન, હેલ્થ સેક્ટર, ડેરી, ફુડ એન્ડ બેવરેજમાં રોકાણની અનેક તકો દેખાઈ રહી છે.

ભારત મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાને કૃષિ ઉત્પાદન, દવાઓ, જેમ્સ, પર્લ્સ, જ્વેલરી, એન્જિનિયરીંગ ગુડ્સ, લેધર ગુડ્સ, ફુટવેર, ટ્રાવેલ ગુડ્સ, ટેક્સટાઈલ્સ, ક્લોધિંગ, કેમિકલ્સ, વગેરે પ્રોડક્ટની નિકાસ કરે છે. આ જ રીતે ઓસ્ટ્રેલિયા ભારતને કોલસો, કૃષિ ઉત્પાદન, સોનું, સુકા શાકભાજી, ખનીજ વગેરેની નિકાસ કરે છે.

Read Also

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!