દેશમાં કોરોનાની વેક્સિન બનાવવા માટે ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે 28 નવેમ્બરે પીએમ મોદી પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લેવાના છે. સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવેલી વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલનું સંચાલન થઈ રહ્યુ છે. જોકે બીજા દેશોમાં આ વેક્સિનની ત્રીજી ટ્રાયલ ખતમ થઈ ગઈ છે અને બ્રિટનમાં તો વેક્સિન માટે સરકારની મંજૂરી માંગતો પ્રસ્તાવ મુકાયો છે.

ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થયા બાદ વેક્સિનને લોકો માટે બજારમાં ઉતારી શકાય
સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પણ વેક્સિન પ્રોડક્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેથી ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થયા બાદ વેક્સિનને લોકો માટે બજારમાં ઉતારી શકાય. કદાચ આ જ સંદર્ભમાં પીએમ મોદી ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લઈને વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા પણ કરવાના છે.
પીએમ મોદી કોરોનાની વેક્સિનને લઈને મોટી જાહેરાત પણ કરી શકે
આ દિવસે પીએમ મોદી કોરોનાની વેક્સિનને લઈને મોટી જાહેરાત પણ કરી શકે છે. પીએમ મોદીએ કોરોનાથી વધારે પ્રભાવિત હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રી સાથે આજે બેઠક પણ યોજી હતી. દેશમાં કોરોનાના અત્યાર સુધી આવેલા કેસની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે ત્યારે હવે લોકો પણ કોરોનાની વેક્સિનની રાહ જોઈ રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO: વિરોધના ચક્કરમાં માંડ માંડ બચ્યા મમતા બેનર્જી, સ્કૂટી ચલાવા જતાં પડતા પડતા રહી ગયા
- મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ