GSTV

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

Last Updated on July 27, 2021 by pratik shah

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 દિવસ માટે દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન દીદી મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચ્યાં હતાં. મુલાકાત પછી મીડિયા સાથે વાતચીત દરમિયાન મમતાએ કહ્યું કે મેં કોરોના મુદ્દે PM મોદી સાથે ચર્ચા કરી છે.

  • વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી
  • બુધવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે મમતા બેનર્જી
  • કાેંગ્રેસ નેતા કમલનાથ, આનંદ શર્માને મળ્યા મમતા બેનર્જી

જેમાં મેં PM મોદીને બંગાળની વસતિના આધારે વેક્સિનનો જથ્થો વધારવાની વાત કરી હતી. બંગાળને અન્ય રાજ્યો કરતા વસતિના પ્રમાણમાં ઓછો પુરવઠો મળતો હોવાને કારણે દીદીએ ચર્ચા કરી હોવાની વાત પણ સામે આવી રહી છે.’ મમતા બેનર્જીએ વડાપ્રધાન સાથે બંગાળનું નામ બદલવા મુદ્દે પણ ચર્ચા કરી હોવાના એહવાલ છે.

મમતાએ કહ્યું હતું કે,‘વડાપ્રધાન મોદીએ પેગાસસ મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ અને આ કેસની ગંભીરતાને સમજીને તેની તપાસ પણ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવી જોઇએ.’ મમતાએ આ સાથે જણાવ્યું કે,‘હું આવતીકાલ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળીશ. મને રાષ્ટ્રપતિએ ગુરુવારે મુલાકાત માટે સમય આપ્યો છે.’

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!