GSTV
Gujarat Government Advertisement

PM મોદીનો ચૂંટણીલક્ષી હુંકાર, કહ્યું – ‘પશ્ચિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું’

અસમ બાદ પીએમ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળ પહોંચ્યા છે. પીએમ મોદી અહીં જનસભાનું સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી રાજ્યના અનેક મોટી યોજનાઓની સોગાત આપવાના છે.

Gujarat Government Advertisement

તમને જણાવી દઇએ કે પીએમ અહીં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના છે. પીએમનો એક મહિનામાં બંગાળનો આ ત્રીજો પ્રવાસ છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમાં સામેલ નહીં થાય. મતા બે દિવસ બાદ હુગલીમાં જ જનસભા કરીને રાજકીય જવાબ આપવાની તૈયારીમાં છે.

પીએમ મોદીએ કહ્યું કે બંગાળ પરિવર્તન માટે તૈયાર છે. અહીંનો જન ઉત્સાહ મોટો સંદેશ આપી રહ્યો છે. વિકસિત દેશોએ યોગ્ય સમયે ઇંફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, હવે બંગાળમાં પણ આવી તૈયારી થવાની છે. ઇંફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે.

જે દશકો પહેલા થવું જોઇતું હતું, તે હવે થઇ રહ્યું છે : મોદી

પીએમે કહ્યું કે આજે આ વીર ધરાથી પશ્ચિમ બંગાળ પોતાના તેજ વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટુ પગલુ લઇ રહ્યું છે. આની પહેલા હું તમને ગેસ કનેક્ટિવિટીનો, ઇંફ્રાસ્ટ્રક્ચરનો ઉપહાર આપવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું મહત્વપૂર્ણ કામ શરૂ થવા જઇ રહ્યું છે. આપણા દેશમાં પણ આ કામ દશકો પહેલા થવું જોઇતું હતું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

Pravin Makwana

દક્ષિણ કોરિયાએ પહેલી વાર બતાવ્યું KF-21 વિમાન, જાણો કેટલુ ખતરનાક છે આ જેટ, દુનિયાના આટલા દેશો પાસે જ છે !

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!